www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંઘ ફરમાવતા જિલ્લા કલેકટર હર્ષદ પટેલ

લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી આગામી તા.23/05/19ના રોજ સરકારી ઇજનેરીકોલેજ, વિદ્યાનગર ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થાજળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીહર્ષદ પટેલ દ્વારા તા.23/05/19 ના રોજ સવારના 6-00 કલાકથી મતગણતરીનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી એમ.જે. કોમર્સ કોલેજથી સરકારી ઇજનેરી કોલેજ સુધીનો માર્ગ, વિદ્યાનગર ચિતરંજન ચોકથીઇજનેરી કોલેજ સુધીનો માર્ગ તેમજ ભાવનગર દૂધ ડેરી રોડ ડાયાભાઇ ચોક તરફથી સરકારી ઇજનેરીકોલેજ તરફના માર્ગ પર કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારના વાહન સાથે પ્રવેશ કરવા પરપ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.ચૂંટણી મતગણતરીની ફરજમાં રોકાયેલા અને તે અંગેના અધિકૃત પાસ ધરાવતાકર્મચારીઓ/અધિકારીઓ તથા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનુંઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.