www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અન્વયે *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ  અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી  આર.કે.કરમટા સાહેબ* નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના અનાર્મ એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા અનાર્મ હેડ કોન્‍સ. શ્યામકુમાર બગડા તથા અનાર્મ હેડ કોન્સ. ગંભીરસિંહ ચાવડા તથા પો.કોન્સ હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. કમલેશભાઇ સોલંકી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા એ રીતેનાઓ નાસતા-ફરતા આરોપીને પકડવા ડ્રાઇવ સબબ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે આધારે લાઠી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.-૧૨૪/૧૮ પ્રોહી કલમ ૬૫ (A)(E), ૧૧૬(બી), ૮૧, વિ. મુજબના કામે ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો  અને અટક કરવાનો બાકી *ત્હોદાર  મહરીભાઇ ઉર્ફે મશરી નાનુભાઇ ડેર(આહીર) ઉ.વ.૪૨ ધંધો.ખેતી રહે.માંડવી તા.ગારીયાધાર જી.ભાવનગર* વાળાને તા.૦૩/૦૫/૧૯ ના અમરેલી શહેર થી પકડી પાડી વધુ તપાસ અર્થે લાઠી પો.સ્ટેને સોંપવા તજવીજ કરેલ છે આમ નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી ના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા છેલ્લા પાંચ મહીનાથી લાઠી પો.સ્ટે. ના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં  અટક કરવાના બાકી આરોપીને પકડી પાડેલ છે