www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરામાં ભગવાન પરશુરામની જન્‍મ જયંતીની ભવ્‍ય ઉજવણી

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામના પ્રાગટય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં ભગવાન પરશુરામનું પૂજન, અર્ચન, શોભાયાત્રા, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. બાબરામાં ગાયત્રી મંદિર ખાતે તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજના નેજા હેઠળ પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ભગવાનના પ્રાગટય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી અહીં ગાયત્રી મંદિર બ્રહ્મસમાજની વાડી ખાતે કરવામાં આવ્‍યું હતું. અહીં સવારે સમસ્‍ત બ્રહ્મસમાજના અગ્રણી રાજુભાઈ તેરૈયા, અરૂણભાઈ શુકલના વરદ હસ્‍તે ભગવાન પરશુરામનું પૂજન, અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી અને ત્‍યારબાદ ભગવાન પરશુરામની ભવ્‍ય શોભાયાત્રા ગાયત્રી મંદિર ખાતેથી નીકળી હતી. જેમાં જિલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી સહિત જિલ્‍લા બ્રહ્મસમાજના આગેવાનો તેમજ એસ.આર. ઉડેનિયા, કનુભાઈ જોશી, કાકુભાઈ ચાંવ, પ્રવીણભાઈ ચાંવ, રમણીકભાઈ તેરૈયા, વિનુભાઈ ભટ્ટ, નરેન્‍દ્રભાઈ ત્રિવેદી, અતુલભાઈ ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, કિરીટભાઈ ઈન્‍દ્રોડીયા, બાવકુભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ ત્રિવેદી, નવનીતભાઈ દવે, મનોજભાઈ કનૈયા, હિરેભાઈ દવે, કુલદીપ ભટ્ટ, મુકેશભાઈ મહેતા, સનતભાઈ રાવલ,પી.પી. જોશી સહિત અમરેલી જિલ્‍લા અને તાલુકાના સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાનો અને લોકો ભગવાનની શોભાયાત્રા, પૂજન, અર્ચન અને મહાપ્રસાદમાં જોડાયા હતા. જય જય પરશુરામના નારા સાથે મોટી સંખ્‍યામાં ભૂદેવો ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિની યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.