www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

વડોદરા સેવાતીર્થ મુકામે જી.જે.વાય.એમ (માજીસ)ના બે દિવસીય યુવા શિબિર

બધાજ પ્રકારના દિવ્યાંગો રક્તપિત્તના દર્દીઓના તાલીમ અને પુનર્વસન કેન્દ્ર “સેવાતીર્થ” મુકામે ગુજરાત જેસ્યુટ યુથ મિનીસ્ટ્રી ફોર યુથ ડેવલપમેન્ટ માજીસ ના ૨૦ શિબીરાર્થીઓ બે દિવસીય રાત્રી રોકાણ સાથે સંસ્થા ના સેવાકાર્યો માં જોડાયાં અને સંસ્થા માનસિક અસ્વસ્થ ભાઈ બહેનો, દિવ્યાંગ ભાઈ બહેનો, રક્તપિત્ત મુકત ભાઈ બહેનો સાથે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.દયાપાત્ર અને સમાજમાં તરછોડાયેલા ની સેવા કરી સંસ્થા ઉત્કૃષ્ટ સેવા કાર્ય કરે છે તે પ્રેરણારૂપ બની છે આવો ભાવ શિબીરાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. જેમાં આજ રોજ સંસ્થા ના બોર્ડ મેમ્બર પ.પૂ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગય સ્મિતજી એ સંબોધી સૌ શિબીરાર્થીઓને સમાજ સેવાના કાર્યો માં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.