www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી તાલુકાના ભુરખીયા ગામે પાણીની તિવ્ર તંગી.પશુપાલકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

અમરેલી જીલ્લાના લાઠી તાલુકામા આવેલ યાત્રાધામ ભુરખીયામા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.ગામમા એકમાત્ર અવેડો પશુઓ માટે માંડમાડ ભરાય છે તેમા ગામની મહીલાઓ કપડા ધોવા મજબુર છે અને ઘેર વાપરવા માટે પાણી માટે બેડા યધ્ધ જામે છે.સરકાર એક તરફ વાતો કરે છે કે કોઈ ગામ પાણી વગરનુ નહી રહે પરંતુ અહી સરકાર જ પાણીના કાળા બજાર કરતુ હોય તેમ દામનગર નગરપાલીકાના ટેન્કર દ્વવારા પાણી મંગાવામા આવેતો આઠ સો રૂપીયા ભાવ લેવાતુ હોવાનુ ગામના નાગરીકના મુખે સાંભળવા મળે છે.ગામમા નળ કનેકશન હોવા છતા પાણી મળતુ નથી.

રાજ્યગુરૂ રજનીકાંત લાઠી