www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ

મ્હે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અન્વયે *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી* અમરેલી નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તા.૧૩/૦૫/૨૦૧૯ ના રોજ  *અમરેલી એસ.ઓ.જી પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ*  કોમ્બીંગ ડે રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે અમરેલી સીટી  પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૯/૧૮  IPC ક.૩૬૩, ૩૬૬ પોકસો કલમ-૭,૮  વિ. મુજબ અપહરણના ગુનાનાં કામે  છેલ્લાં દોઢેક વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી*
(૧) નરેશભાઇ મોતીભાઇ ડામોર ઉ.વ ૨૩ ધંધો મજુરી રહે જેતપુર મંગરોળ ફળીયુ તા.જાલોદ જિ.દાહોદ હાલ રહે સુરત

ઉપરોક્ત પકડાયેલ આરોપીને અમરેલી સીટી  પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૯/૧૮ IPC ક. ૩૬૩,૩૬૬ પોકસો ક.૭,૮ વિ. મુજબ અપહરણના ગુનાનાં કામે છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો હોય જેને આજ રોજ અમરેલી મુકામેથી  ધોરણસર અટક કરી વધુ કાર્યવાહી અર્થે અમરેલી સીટી પો.સ્ટેમાં સોંપી આપેલ છે.

આમ, PSIશ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ અમરેલીએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લાં આઠેક માસથી  નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.*