www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જુની માંડરડી(રાજુલા) ગામના શિક્ષકના SBI બેંક ખાતામાથી ફોન કે OTP નંબરવગર ઉપડી ગયેલ રૂ.૧૭,૭૯૬/- ની રકમ પરત અપાવતી અમરેલી જીલ્લા સાયબરસેલ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબે જીલ્લામાંઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તેમજ બનેલબનાવોની ઉંડાણ પુર્વક તપાસ કરી ગુનાઓના ડીટેકશન કરવા તથા આમ નાગરીકોનામહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને,રાજુલાના જુની માંડરડી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નવીનભાઇગોકળભાઇ પટેલના SBI બેંક ખાતામાથી ગઇ તા.૧૭/૦૩/૨૦૧૯ ના રોજ કોઇ ફોન કેOTP નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૧૭,૭૯૬/-ની રકમ ઓનલાઇન ફ્રોડમારફતે ઉપડી ગયેલ હોય,તેની જાણ SMS દ્રારા થતા,તેઓએ તાત્કાલીક સાયબર સેલપોસઇશ્રીનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા સાયબર સેલ ટીમે તુર્તજકાર્યવાહી શરૂ કરી,શીક્ષકશ્રીના SBI બેંક ખાતામાં થયેલ ઓનલાઇન ટ્રાન્ઝેકશનનીતમામ માહિતી મેળવી જીણવટભરી રીતે અભ્યાસ કરતા ઓનલાઇન ફ્રોડમાં કપાયેલનાણા Apple કંપનીની itunes.com/bill નામની વેબસાઇટ દ્રારા કાપવામાં આવેલહોવાનુ માલુમ પડેલ,જેથી સાયબર સેલ ટીમ દ્રારા નાણા પરત મેળવવા માટે જરૂરીટેકનોલાજીનો ઉપયોગ તથા ધટતી તમામ કાર્યવાહી કરી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલપુરેપુરી રકમ રૂ. ૧૭,૭૯૬/- નવીનભાઇના SBI બેંક ખાતામાં પરત અપાવી આગળનીકાર્યવાહી હાથ ધરેલ છે.આ પ્રસંશનિય કામગીરી પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અનેસુચના હેઠળ PSI એમ.એમ.પરમાર તથા સાયબર સેલ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.