www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019 રાષ્ટ્રીય

સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજાતસિંહ સિદ્ધૂએ પોતાના ગૃહરાજ્યમાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દસિંહે સિદ્ધૂને પ્રચાર ન કરવા માટે સૂચના આપી છે. તેમના પત્નિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજાત કૌરે આજે આ અંગેની માહિતી આપી હતી. એવા અહેવાલ આવી રહ્યા હતા કે, નવજાતસિંહ સિદ્ધૂની તબિયત સારી નથી પરંતુ તેમના પત્નિએ કહ્યું છે કે, પંજાબમાં પ્રચાર કરવા અમરિન્દરસિંહે તેમને મંજુરી આપી નથી. પંજાબમાં પ્રચાર કરવાની મંજુરી નહીં આપવા પાછળ પાર્ટીના પંજાબના પ્રભારી આશા કુમારીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. નવજાત કૌરે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, અમરિન્દર નાના કેપ્ટન છે જ્યારે રાહુલ ગાંધી મોટા કેપ્ટન છે. મોટા કેપ્ટને સિદ્ધૂને અન્ય રાજ્યોમાં જવાબદારી સોંપી હતી પરંતુ પંજાબના મુખ્યમંત્રીએ ૧૩ સીટોની ચૂંટણીમાં પાર્ટીની જીતની ખાતરી કરવા મંજુરી આપી નથી. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચાર માટે નવજાતને તક અપાઇ નથી. સિદ્ધૂએ પટણા સાહેબમાં શત્રુધ્નના સમર્થનમાં રેલી યોજી હતી.