www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી વચગાળાના જામીન પરથી છુટી ત્રણ વર્ષથી ફરાર મર્ડર કેસના આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્‍લા  પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪, ૫૦૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્‍હાના કામે રાજકોટ મધ્યસ્‍થ જેલ માંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્‍લા ત્રણ વર્ષથી ફરાર થયેલ કાચા કામના કેદીને અમરેલી ગીરીયા રોડ, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

ગુન્‍હાની વિગતઃ-
ગઇ તા.૨૮/૧૧/૨૦૧૧ ના રોજ ફરિયાદી ધર્મેન્‍દ્રભાઇ લાભશંકરભાઇ મહેતા, રહે.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતે બે વર્ષ પહેલા આરોપીઓના કુટુંબીની દિકરી સાથે આંતરજ્ઞાતીય લગ્‍ન કરેલ હોય અને તથા અગાઉના ઝગડાનું મનખદુઃખ રાખી (૧) ભીખુ કાળુભાઇ સરવૈયા (ર) હરપાલ અજીતસિંહ સરવૈયા (૩) પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા (૪) મહાવીર બબાભાઇ સરવૈયા (પ) દેવકુ ધીરૂભાઇ ગઢવી (૬) ઘનશ્યામ જેન્‍તીભાઇ દેસાઇ (૭) સત્‍યદીપ પદુભા સરવૈયા (૮) પપ્‍પુ અજીતસિંહ સરવૈયા, રહે.તમામ ચિત્તલ વાળાઓએ એકસંપ કરી ગે.કા. મંડળી રચી તલવાર, પાઇપ, લાકડી જેવા હથિયારો ધારણ કરી પોતાના મામા રાજેશભાઇ ઉર્ફે ગટાભાઇ પંડ્યા, ઉં.વ.૪૦, રહે.અમરેલી વાળાનું ખુન કરી નાંખી ગુન્‍હો કર્યા વિ. બાબતે ફરિયાદ આપતાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજી. થયેલ હતો.

જે ગુન્‍હાના કામે આરોપીઓ અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતાં તે પૈકીનો આરોપી પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા નામ.ગુજરાત હાઇકોર્ટના ક્રિમી. મીસ.એપ્‍લીકેશન નંબર ૧૭૬૧/૧૬, તા.૨૧/૦૧/૧૬ થી તા.રર/૦૧/૧૬ ના રોજ વચગાળાના જામીન પરથી જેલ મુક્ત થયેલ.
મજકુર આરોપીને તા.૨૩/૦૨/૨૦૧૬ ના રોજ જેલમાં હાજર થવાનું હતું અને મજકુર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.

પકડાયેલ આરોપીઃ-
પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા, ઉં.વ.૨૮, રહે.ચિત્તલ, રાજવાળી શેરી, તા.જી.અમરેલી વાળાને તા.૧૫/૦૫/૨૦૧૯ ના કલાક ૧૩/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.