www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભાજપનાં પાયાના તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તા પ્રેમજીભાઈ માધડને શ્રઘ્‍ધાંજલી પાઠવવામાં આવી

ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાનાં પાયાના પથ્‍થર સમા કાર્યકર્તા પ્રેમજીભાઈ માધડનું અકસ્‍માતે નિધન થતા જિલ્લા ભાજપ પરીવાર વતી “શ્રઘ્‍ધાંજલી” અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.અનુસુચિત સમાજમાં જન્‍મેલાશ્રી પ્રેમજીભાઈ માધડ પાર્ટીંના વિવિધ પદો ઉપર પોતાનું દાઈત્‍વ આપેલ છે.આ તકે ઈફકોના વા.ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, જિલ્લા ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ ગાજીપરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના મંત્રીશ્રી શૈલેષ પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, મનસુખભાઈ સુખડીયા, જિલ્લા ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખશ્રી શાંતીભાઈ રાણવા , જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી કમલેશ કાનાણી, ઉપપ્રમુખશ્રી મયુર હીરપરા, રીતેષ સોની, રંજનબેન ડાભી, તથા તમામ હોદેદારશ્રીઓ, મંડલના હોદેદારશ્રીઓ, જિલ્લા તથા મંડલ મોરચાના હોદેદારશ્રીઓ, તથા સૌ કોઈ કાર્યકર્તાશ્રીઓ હાજર રહીને શ્રઘ્‍ધાંજલી પાઠવી હતી.