www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સણોસરા ગામે સવજીભાઈ ધોળકિયાના હસ્તે સરોવર નિર્માણનું ખાતમૂહર્ત સંપન્ન

અમરેલીના સણોસરા ગામે ધોળકિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી સવજીભાઈ ધોળકિયાના હસ્તે રૂ.૫૦લાખના લોકફાળાથી સરોવર નિર્માણનું ખાતમૂહર્ત સંપન્ન થયુ હતુ.ખાતમૂહર્ત પ્રસંગેશ્રી સવજીભાઈએ જણાવ્યુ કે, ગ્લોબલ વોર્મીંગ અને અનિયમીત વરસાદનેકારણે સૌરાષ્ટ્ર હંમેશા પાણીની મૂશ્કેલી વેઠી રહ્યુ છે. એવામાં લોકો જ ભૂગર્ભમાંથી ૫૦૦ થી ૧૦૦૦ફૂટના બોર બનાવી પાણી ઉલેછી રહ્યા છે. પરંતુ ભૂગર્ભમાં પાણી ઉતારવાના કોઈ પ્રયત્નો કરતાં નથી.પરિણામે સૌરાષ્ટ્રમાં ખેતીનો વિકાસ અટકતાં આજીવિકા માટે શહેરો તરફની દોટ વધી છે. આમ છતાંસણોસરાના લોકોએ મનમાં ગાંઠ વાળીને ગામને લીલુછમ, હરિયાળું અને વિકસિત બનાવવા જે રસ્તોઅપનાવ્યો છે તે ખૂબ સરાહનીય છે.માત્ર બે મહિનાના ટૂંકાગાળામાં અડધા કરોડ જેવી રકમ એકત્ર કરવા બદલ શ્રી મનોજભાઈલાખાણી અને તેમની ‘‘ મેં નહિ હમ’’ ટીમને શ્રી સવજીભાઈએ અભિનંદન પાઠવ્યા હતા. ગામ લોકોનીસરોવર નિર્માણ પ્રત્યેની કટિબધ્ધતા જોઈને હું પણ એટલી જ રકમ આ સરોવર પાછળ ખર્ચવા તૈયારથયો હોવાનું જણાવ્યુ હતુ. આ તળાવ-સરોવર ઉંડું ઉતારવાથી લગભગ ૧.૨૫ લાખ ઘનમીટર માટીનિકળવાની છે. જેનાથી વિપુલ માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. વરસાદી પાણી ભૂગર્ભમાંઉતરવાથી જળસ્તર ઉંચા આવશે, જે સણોસરાને હરીયાળું બનાવશે તેમાં લેશમાત્ર શંકા નથી.સાથોસાથ આગામી ચાર પેઢી આ કાર્યને યાદ કરશે તેમ પણ જણાવ્યુ હતુ.ગામમાં એક વિઘો જમીન નથી તેવા લોકોએ પણ ગામનું ઋણ ચૂકવવા આર્થિક સહયોગ કર્યોછે તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આર્થિક રીતે મદદ ન કરી શક્યા હોય, તેવા લોકોને તન-મનથી સેવાકરવાનો મોકો મળ્યો છે, તેને ઝડપી લેવા શ્રી ધોળકિયાએ અનુરોધ કર્યો હતો.સુરતના જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી હરેકૃષ્ણ પટેલે જણાવ્યુ હતુ કે વરસાદી પાણીનો વધુમાંવધુ સંગ્રહ થાય તે માટે સણોસરા ગામના લોકોએ નક્કર આયોજન કર્યુ છે. જે ભાવિ પેઢીને લાભદાયીનિવડશે. જળસંચયની સાથે વૃક્ષારોપણ પણ એટલુ જ આવશ્યક હોય, સરોવરના નિર્માણ બાદ વધુમાંવધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. સરોવરના નિર્માણ માટે ગામલોકોએ તોફાળો આપ્યો છે. પરંતુ સણોસરા ગામ સાથે કોઈ નિસબત નથી એવા બંગાળના વતની જોહરભાઈસોનીએ પવિત્ર રમજાન માસમાં રૂ.પાંચ લાખનું દાન આપતા લેખે ગણાવ્યુ હતુ.કાર્યક્રમમાં શ્રી વૈભવ અગ્રવાલ, શ્રી વલ્લભભાઈ ‘શાયર’, દિવ્ય ભાસ્કર-મહારાષ્ટ્રના રીપોર્ટરશ્રીનિલેશ પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં શ્રી સવજીભાઈ ધોળકિયાએ કરેલ જળસંચય માટેનીસેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી. સાથોસાથ સણોસરા ગામ જે પથ પર આગળ વધી રહ્યુ છે, તેનાથીઆવનારી પેઢીને ચોકકસ ફાયદો થશે તેમ જણાવ્યુ હતુ.આજથી પ્રારંભ થયેલ સરોવર નિર્માણની કામગીરીમાં શ્રી સવજીભાઈએ ૪-હીટાચી મશીન અને૮-ડમ્પર સહિત સુપરવાઈઝર સ્ટાફની સેવાઓ ફાળવેલ છે.ખાતમૂહર્ત પ્રસંગે મહાનુભાવોને શણગારેલા બળદગાડામાં બેસાડી, ઢોલના તાલે સામૈયા કરાયાહતા. તેમના કરકમળોથી વૃક્ષારોપણ કરાવ્યા બાદ શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુહતુ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી પ્રવિણભાઈ પોંકિયા, આભારવિધી શ્રી પંકજ લાખાણીએ અનેસંચાલન શ્રી વિહાર ગઢિયાએ કર્યુ હતું.આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી બાબુભાઈ ગૌદાની, પ્રાગજીભાઈ માળવીયા, જોહરભાઈ સોની,ભાયલાલભાઈ રામાણી, મનોજભાઈ લાખાણી, હરેશભાઈ દેવાણી, પ્રાગજીભાઈ હિરપરા, જીતુભાઈ ડેર,સરપંચશ્રી કાળુભાઈ રામાણી, ઉપ સરપંચશ્રી જૈતુભાઈ માંજરીયા, જાળીયાના સરપંચશ્રી શાંતિલાલપરમાર, બરવાળાના સરપંચશ્રી નાથાભાઈ, અમરાપરના સરપંચશ્રી સુખાભાઈ વાળા, મોટા ભંડારિયાનાસરપંચશ્રી નરસિંહભાઈ સહિત સુરત-અમદાવાદના દાતાઓ અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.