www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભાના ડેડાણ ગામમાં મહિલાઓએ પાણી ન મળતુ હોવાના કારણે ગામ પંચાયતનો ઘેરાવ કર્યો

ખાંભા તાલુકા ના ડેડાણ તેમજ  મફતપરા વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાઓથી પાણી ન  મળતું હોવાનો મહિલાઓનો આક્ષેપ કર્યો છે અને આજે ગામ પંચાયત નો ઘેરાવ કર્યો હતો અને મહિલાઓને  પાણી માટે કરવી પડે છે રઝળપાટ છતાં પાણી ન મળતું હોવાથી અનેક વાર ગામ પંચાયત અને તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યારે ગામ માં નર્મદાનું પાણી પણ યોગ્ય સમય ન આવતું હોય અને મહિના માં એક થી બે વાર જ પાણી આપવામાં આવતું હોય છે અને લોકો અને મહિલાઓ પાણી ન મળવા વેચાતું પાણી લેવા છતાં મળતું નથી અને ગામ પંચાયત અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને મહિલાઓએ ને પાણી ન મળતા ગ્રામ પંચાયતે પહોંચી હતી ત્યારે મહિલાઓએને ગ્રામપંચાયતના અધિકારી પાસેથી જવાબ ન મળતાં ધારાસભ્યને મોબાઈલમાં રજૂઆત કરી હતી અને ધારાસભ્ય અમરીશ ડેરને રજુઆત કરી પોતાની વ્યથા ઠાલવી હતી ત્યારે મહિલાઓ રણચંડી બની હતી અને ડેડાણ ગામ પંચાયત નો ઘેરાવ કર્યો હતો જોકે ધારાસભ્યએ મહિલાઓને ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો

ખાંભાના ડેડાણ ગામમાં મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો…
ગ્રામપંચાયતે મહિલાઓએ છાજીયા લઈ વિરોધ દર્શાવ્યો…
ડેડાણના મફતપરા વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાઓથી પાણી ન મળતું હોવાનો મહિલાઓનો આક્ષેપ….
મહિલાઓને પાણી માટે કરવી પડે છે રઝળપાટ…
મહિલાઓએ ને પાણી ન મળતા ગ્રામ પંચાયતે પહોંચી….
મહિલાઓએને ગ્રામપંચાયતના અધિકારી પાસેથી જવાબ ન મળતાં ધારાસભ્યને મોબાઈલમાં કરી રજૂઆત…
ધારાસભ્ય અમરીશ ડેરને રજુઆત કરી પોતાની વ્યથા ઠાલવી….
જોકે ધારાસભ્યએ મહિલાઓને ખાત્રી આપતા મામલો થાળે પડ્યો

મોસીન પઠાણ ડેડાણ