www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જીલ્લામાં લાઇટના અજવાળે જુગાર રમતા છ ઝબ્બે

ગંગાજળીયા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આર.જે.શુક્લાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનાં ડી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મનદિપસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે સંગમ ટોકીઝ પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો મહેશભાઇ ઉર્ફે ગાગો નરશીભાઇ ધરાજીયા, રાકેશભાઇ ભીખાભાઇ ચુડાસમા, સુરેશભાઇ બુધાભાઇ રાઠોડ, જતીનભાઇ રામજીભાઇ સોલંકી, નરેશભાઇ ઉર્ફે ભોપો ભગવાનભાઇ ગોહેલ તથા સુનિલભાઇ કિશોરભાઇ બારૈયા રહે તમામ ભાવનગર વાળાઓને જુગારના સાહિત્ય ગંજીપત્તાનો કેટ તથા રોકડ રૂા.૧૦,૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. તમામ વિરૂદ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.