www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલાક પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત અમરેલી લોકસભા મતદાર વિભાગની મતગણતરીઆગામી ૨૩ મે ના રોજ પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે. મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાંથઇ શકે તેમજ મતગણતરીના સ્થળે કોઈ વિક્ષેપ ન થાય તે માટે મતગણતરી કેન્દ્ર તથા આસપાસનાવિસ્તારમાં ૨૩મીના સવારના ૬ કલાક થી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઅમરેલી એ.બી.પાંડોરે કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામામાં જણાવેલ છે કે કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઇ શકશે નહિ તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમનામતગણતરી એજન્ટ કે જેમને જે લોકસભા મતદાર વિભાગના જે વિધાનસભા મતદાર વિભાગ માટેમતગણતરી હોલમાં પ્રવેશ માટે પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાય અન્ય વિધાનસભા મતદારવિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહિ. કોઈ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરીકેન્દ્રના પ્રિમાઇસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈઉપકરણો લઇ શકશે નહિ કે ઉપયોગ કરી શકશે નહિ. મતગણતરી કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરનાવિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રિત થઇશકશે નહિ અથવા કોઈ સભા કે સરઘસ કાઢી શકશે નહિ.ચૂંટણી પંચ તરફથી મંજૂરી આપવામાં આવેલ હોય તેવા એક્રેડિશન કાર્ડ ધરાવતા તેમજ મતગણતરીકેન્દ્રમાં જવાની પરવાનગી ધરાવતા પત્રકારોને ફક્ત મીડિયા સેન્ટર સુધી મોબાઈલ ફોન લઇ જવાની છૂટરહેશે. આ ઉપરાંત ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિમાયેલ નિરીક્ષકશ્રીઓને (ઓબ્ઝર્વરશ્રીઓને) આપ્રતિબંધ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.