www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

આગામી નવેમ્બરમાં યોજાનાર લશ્કરી ભરતી મેળાની તૈયારી માટે ૩૦ દિવસીય તાલીમ વર્ગનું આયોજન

જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી ૬ થી ૧૬ નવેમ્બર દરમિયાન જામનગર ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળાની તૈયારી માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું ધો. ૧૦ પાસવય મર્યાદા: સાડા સત્તર વર્ષથી વીસ વર્ષવજન: ૫૦ કિ.ગ્રા.છાતી: ૭૭/૮૨ સે.મી.ઉપરોક્ત લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શ્રમ અને રોજગાર વિભાગની સ્વામીવિવેકાનંદ નિવાસી તાલીમ હેઠળ ૩૦ દિવસની તાલીમ માટે દિન – ૧૫ માં અમરેલી જિલ્લા રોજગાર કચેરીખાતેથી ફોર્મ મેળવીને ત્યાં જ ભરવા જરૂરી છે. આ સાથે રોજગાર કચેરીના કાર્ડની ઝેરોક્ષ, આધારકાર્ડ લીંકકરેલ બેન્ક પાસબુકની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે આપવાના રહેશે.આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારે અમરેલી ખાતે કચેરી દ્વારા નક્કી કરવામાં આવેલસ્થળે ૩૦ દિવસ સુધી ફરજીયાત રહેવું પડશે અને ભોજનની વ્યવસ્થા પણ કચેરી દ્વારા વિનામૂલ્યે કરવામાંઆવશે. આ ઉપરાંત અગાઉના વર્ષમાં જે ઉમેદવારોએ આવી સંરક્ષણ દળોની નિવાસી તાલીમમાં ભાગલીધેલ હોય તેમજ રક્ષા શક્તિ યુનિવર્સીટી દ્વારા યોજાયેલ તાલીમ વર્ગોમાં તાલીમ લઇ રહ્યા હોય તેવાઉમેદવારો અરજી કરી શકશે નહિ એમ રોજગાર અધિકારીશ્રી અમરેલીની યાદીમાં જણાવેલ છે.