www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ચાંપરડા બ્રહ્માનંદ ધામના સંસ્થાપક અને અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુનો જન્મ દિવસ

ચાંપરડા બ્રહ્માનંદ ધામના સંસ્થાપક અને અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજી બાપુનો આજે જન્મ દિવસ છે. ચાંપરડા પૂ. ભગવતીનંદબાપુની ૧૧ વર્ષની નાની વયે સેવા કરી પૂ. મુકતાનંદબાપુએ દિક્ષા લઈ તેઓ ગુરૂને સમર્પણ ભાવથી સેવાની જ્યોત જગાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારૂ શિક્ષણ આપતી સંસ્થામાં પ્રાયમરીથી લઈ કોલેજ સુધીનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.ક્રાંતિકારી વિચારધારા ધરાવતા પૂ. મુકતાનંદબાપુનો વિસાવદરના બ્રહ્મ પરિવારમાં તા. ૧૭-૫-૧૯૫૯ના રોજ જન્મ થયેલ.માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને ચરિતાર્થ કરવા પૂ. બાપુએ ૧૩ વર્ષની નાની વયે સેવાયજ્ઞની ધૂણી ધખાવી આજે ચાંપરડાના બ્રહ્માનંદ ધામ ખાતે અનાથ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. તેમજ વૃદ્ધાશ્રમમાં અસંખ્ય વૃદ્ધોને પરિવારની જેમ જતન કરી રાખવામાં આવે છે અને પૂ. બાપુ દ્વારા વિસાવદર તાલુકાની ૫૦થી વધુ પ્રાથમિક શાળા આનંદ ધારા પ્રોજેકટ હેઠળ દત્તક લઈ તેનુ લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે અને આધુનિક બનાવી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. તદઉપરાંત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આધુનિક કહી શકાય તેવી ચાંપરડા ખાતે જય અંબે હોસ્પીટલમાં તમામ નામાંકિત ડીગ્રીધારી ડોકટરો તમામ પ્રકારના રોગોનું નિદાન કરી અને દવા પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે. જેમાં વિસાવદર તાલુકા અને જૂનાગઢ જીલ્લા આસપાસના ગામડાના ગરીબ દર્દીઓને રાજકોટ અમદાવાદ ખાતે મોટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચી લેવામાં આવતી સારવાર અહીં ચાપરડા જય અંબે હોસ્પિટલમાં મફત આપવામાં આવી રહી છે અને ઓપરેશનો દવાઓ પણ ફ્રીમાં અપાય છે. પૂ. મુકતાનંદબાપુ હાલમાં હરીદ્વાર ઉતરાખંડ ખાતે રાષ્ટ્રના નિર્માણ માટે સંત સંમેલન યોજી રહ્યા છે. પૂ. બાપુ આજે ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના સેવક સમુદાય અને સાધુ સંતો પૂ. બાપુને દિધાર્ય માટે પ્રાર્થના કરી અને મો. નં. ૯૮૭૯૭ ૯૪૦૧૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.આજે પૂજય મુકતાનંદ બાપુનો ૬૦ મો જન્મદિવસ છે.બાપુ આજે હરિદ્વાર છે. શ્રી ગિજુભાઈ ભરાડ પરિવાર દ્વારા નવેમ્બર-૧૮ દરમ્યાન હરિદ્વાર મુકામે આયોજીત ભાગવત સપ્તાહ દરમ્યાન પૂજય બાપુએ સમાજને હરિદ્વાર મુકામે એક ઉતારાની વ્યવસ્થા માટે જોઈતી જમીન તેઓ આપશે અને તેના ઉપર શ્રી ગિજુભાઈ ભરાડ પરિવાર અને જયંતિભાઈ તેરૈયા પરિવાર દ્વારા બાંધકામ કરી અપાશે તેવુ જાહેર થયેલ હતુ. પૂજય બાપુનાં આશ્રમની નજીક માં જ એક બાંધકામ સહિતનો આશ્રમ મલી જતા તે આશ્રમનો દસ્તાવેજ વૈશાખ સુદ બીજનાં કરાવી લીધેલ છે અને અખાત્રીજનાં શુભદિવસ ૭/૫/૨૦૧૯ના રોજ શુભ ચોઘડિયામાં કુંભ મુકેલ છે..આ આશ્રમમાં ૧૫ જેટલા રૂમ,રસોડું ,હોલ તેમજ બીજા માળ ઉપર ખુલ્લો ટેરેસ છે.પૂજય મુકતાનંદ બાપુનાં આશીર્વાદ અને પૂજય મુકતાનંદ બાપુ , જતિનભાઈ ભરાડ રાજકોટ અને જયંતિભાઈ તેરૈયા રાજકોટ(રાજુલા) ત્રણેયનાં આર્થિક સહયોગથી આ દસ્તાવેજ થયેલ છે.આ આશ્રમ સ્વામીશ્રી શિવાનંદ સરસ્વતીજી (સેવારામ બાપુ )એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંચાલનમાં સોંપાયેલ છે.જે ટ્રસ્ટમાં પરમ પુજય મુકતાનંદ બાપુ ,જયંતિભાઈ તેરૈયા અને જતિનભાઈ ભરાડ એમ ત્રણ ટ્રસ્ટીઓ છે.ટૂંક સમયમાં આ આશ્રમ સમાજનાં ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે.આ આશ્રમ હરિદ્વારમાં સપ્તર્ષિ જેવાં પવિત્ર વિસ્તારમાં તેમજ શાંતિકુંજ (ગાયત્રી પરિવાર )થી નજીકમાં, બિરલા ફાર્મ ,શેરી નમ્બર ૫,ઉમિયાધામ સામે ,હરીપુરકલા,હરિદ્વાર ખાતે આવેલ છે.આજરોજ તા.૧૭/૫/૨૦૧૯ નાં રોજ પૂજય બાપુનાં ૬૦ મો જન્મદિને રાજગોર જ્ઞાતિ સમાજને પૂજય બાપુ તરફથી હરિદ્વાર આશ્રમ અર્પણ થયેલ છે.