www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019 રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત મેળવ્યાં બાદ અડવાણી અને મુરલી મનોહર જોષીને મળવા પહોંચ્યા PM મોદી અને અમિત શાહ

લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત મેળવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ એલકે અડવાણીના આશીર્વાદ લીધાં હતા. એલકે અડવાણીએ ત્યારબાદ પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ મળવા પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કર્યા બાદ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આજે અડવાણીજી સાથે મુલાકાત કરી. ભારતીય જનતા પાર્ટીએ આજે જે પણ સફળતા હાંસલ કરી છે, તેમને અને તેમના જેવા મોટા નેતાઓના કારણે આ સફળતા મળી છે જેમને દાયકાઓ સુધી તપસ્યા કરીને પાર્ટીને ઉભી કરી છે. લાલકૃષ્ણ અડવાણી બાદ મુરલી મનોહર જોશીને મળ્યા બાદ તેમણે લખ્યું કે, મુરલી મનોહર જોશીજી વિદ્વાન અને બુદ્ધિજીવી છે. ભારતીય શિક્ષણમાં સુધાર લાવવાં માટે તેમને મોટું યોગદાન આપ્યું છે. તેમણે BJPને મજબુત કરવા માટે કામ કર્યું છે અને મારા જેવા કાર્યકર્તાઓને આગળ વધાર્યાં. આજે સવારે તેમની સાથે મુલાકાત કરી.