www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019 રાષ્ટ્રીય

પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહ ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણ નાણા અને રાજનાથ સિંહ રક્ષા મંત્રી

આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે જાહેરાત થઈ ગઈ છે. પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે, જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ નવી સરકારમાં રક્ષા મંત્રી તરીકે નિમાયા છે, જ્યારે એસ. જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.  નવી મોદી સરકારમાં ગુજરાતની જોડી રાષ્ટ્રીય સ્તરે કામ કરશે. વડાપ્રધાન મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપ્યું છે જ્યારે રાજનાથનાથ સિંહને રક્ષા મંત્રી બનાવ્યા છે. પર્સનલ, પબ્લિક ગ્રિવન્સીસ, પેન્સન, એટોમિક એનર્જી, સ્પેસ, અન્ય તમામ મહત્ત્વના મુદ્દા, અન્ય પ્રધાનોને ન ફાળવાયા હોય તે તમામ ખાતા

અમિત શાહ – ગૃહ મંત્રી રાજનાથ સિંહ – રક્ષા મંત્રી, નીતિન ગડકરી – માર્ગ અને પરિવહન મંત્રી, નિર્મલા સીતારમન- નાણા, રામવિલાસ પાસવાન – કન્ઝ્યૂમર અફેર્સ , નરેન્દ્ર સિંહ તોમર – કૃષિ – પંચાયજ રાજ્ય, રવિ શંકર પ્રસાદ – કાયદો, હરસિમરત કૌર બાદલ – ખાદ્ય અને પ્રસંસ્કરણ, થાવરચંદ ગહેલોત – સામાજીક ન્યાય મંત્રી, એસ જયશંકર – વિદેશ મંત્રી, રમેશ પોખરીયાલ ‘નિશંક’ – માનવ સંસાધન, અર્જુન મુંડા – આદિજાતી વિકાસ, સ્મૃતિ ઇરાની – મહિલા અને બાળ કલ્યાણ વિકાસ, ટેક્સટાઇલ