www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

આદર્શનિવાસી શાળા ખાતે પ્રવેશ પ્રક્રિયાનો થયેલો પ્રારંભ

વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા ભાવનગર ખાતે આદર્શ નિવાસી શાળા કાર્યરત છે. આ શાળામાં ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ કાર્ય થાય છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની સગવડતા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તદુપરાંત પુસ્તકો,નોટબુક તથા જરૂરી ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ગત ચાર વર્ષનું આ શાળાનું પરિણામ 70% કરતા વધુ રહેલ છે હાલ આ આદર્શ નિવાસી શાળા માં ધોરણ 9 થી 12 માં પ્રવેશ કાર્યવાહી ચાલુ છે આથી પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ આચાર્ય શ્રી, આદર્શ નિવાસી શાળા, યોગેશ્વર મંદિર સામે, રૂપાવટી રોડ, ભાવનગર નો સંપર્ક કરવા જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની યાદીમાં જણાવવામાં આવેલ છે.