www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મહુવા ખાતે ગ્રામીણ વિસ્તારના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા બાળકોની ચિત્ર કલામાં રુચિ વિકસે અને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુથી આગામી તારીખ 17/ 6/ 2019 થી તા. 21/6/ 2019 દરમિયાન મહુવા ખાતે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ – 2019 નું આયોજન થનાર છે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે નિયત નમુનાનું ફોર્મ પ્રાથમિક શાળા નં.16,શ્રીજી નગર, મહુવા ખાતેથી મેળવી તારીખ 12/ 6/ 2019 સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમતગમત કચેરી, ભાવનગર ગ્રામ્ય, બહુમાળી ભવન ,એનેક્ષી જી-2, ભાવનગર ખાતે પહોંચતું કરવાનું રહેશે વધુ વિગત માટે કચેરીના ટેલીફોન નંબર 0278 – 2432765 પર સંપર્ક કરવા જીલ્લા રમત ગમત અધિકારીશ્રી ભાવનગર ગ્રામ્ય ની યાદીમાં જણાવાયું છે.