www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં રાહત : બફારો-ઉકળાટ વધ્યો

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે અને આ સિલસિલો આગળ વધ્યો છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલા સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે સરકી ગયો છે. હીટવેવમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને તાપમાનનો પારો નીચે ઉતરતાં ગરમીમાં રાહત થઈ છે પરંતુ બફારો અને ઉકળાટ વધી ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોરદાર વધી ગયું છે અને તેના કારણે સવારે ગરમીમાં થોડી રાહત રહે છે. જો કે, સૂર્યનારાયણના દર્શન થતાં જ બફારો અને ઉકળાટ વધી ગયો છે. આજે આકાશમાં છૂટાછવાયા ભેજવાળા વાદળો પણ જોવા મળ્યા હતા. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 42.4, સુરેન્દ્રનગરમાં 42.8, અમરેલીમાં 43 અને કંડલા એરપોર્ટમાં 42.2 ડિગ્રી નાેંધાયું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન અમદાવાદમાં 43.6 ડિગ્રી નાેંધાયું હતું. ડિસામાં 42.5, વિદ્યાનગરમાં 40.9 અને વડોદરામાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.