www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રક્ષા શુક્લના પુસ્તક ‘આલ્લે લે’ના વિમોચન નિમિત્તે મોભાદાર મુશાયરો

તા. ૨૨-૬-૨૦૧૯ શનિવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે સ્વામી સહજાનંદ કૉલેજ ઓફ કોમર્સ & મેનેજમેન્ટના સાંવરિયા કલામંચ, ભાવનગર યુનિ. કેમ્પસમાં સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ ‘આલ્લે લે’નો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને લોકપ્રિય વક્તા ભાગ્યેશ જહાના વરદ હસ્તે વિમોચન થશે. સંકલન ડૉ. હેતલ મહેતા કરશે અને પ્રો. ડૉ. સુરેશ સવાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલા રસિકોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. આ પ્રસંગે યોજાયેલ કવિસંમેલનમાં ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓ કાવ્યપાઠ કરશે. સર્વશ્રી માધવ રામાનુજ, હરિશ્ચન્દ્ર જોશી, હરદ્વાર ગોસ્વામી, રમેશ ચૌહાણ, ડૉ. અશોક ચાવડા, મનિષ પાઠક ‘શ્વેત’, નાઝિર સાવંત, ડૉ. પરેશ સોલંકી, હર્ષા દવે, નેહા પુરોહિત, રક્ષા શુક્લ અને ભાગ્યેશ જહા સ્વરચિત કાવ્યપાઠ કરી કવિતાની મહેફિલને સજાવશે. ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામી કાર્યક્રમનું સંચાલન કરશે. તળાજાના રક્ષા શુક્લનો કાવ્યસંગ્રહ ‘આલ્લે લે’ વિવેચકો અને વાચકો દ્વારા પોંખાયો છે. તાજેતરમાં જ આ સંગ્રહને માનનીય રાજ્યપાલ ઓ.પી. કોહલી દ્વારા ‘સંસ્કાર વિભૂષણ સન્માન’ પણ પ્રાપ્ત થઇ ચુક્યું છે. કુમાર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી સર્જકોને અપાતું સાહિત્યનું સર્વોચ્ચ સન્માન શ્રીમતી કમલા પરીખ પારિતોષિક એમને પ્રાપ્ત થઇ ચુક્યું છે. આ વિમોચન નિમિત્તે યોજાયેલા મુશાયરામાં પધારવા જાહેર જનતાને નિમંત્રણ છે.