www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી ગુજરાત

હવામાન વિભાગ દ્વારા ૧૨ અને ૧૩ જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૧૨ અને ૧૩ જૂનના રોજ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ચૂકી છે, જેના કારણે તે ધીરે-ધીરે આગળ વધી ઉત્તર-પશ્ચિમ તરફ વધશે. જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.