www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા.17મી જૂનના રોજ ખરીફ કૃષિ મહોત્સવ યોજાશે

આગામી સપ્તાહે રાજ્ય સરકાર દ્વારા પંદરમો કૃષિ મહોત્સવ યોજાનાર છે. વર્ષ 2005માં રાજ્ય સરકારે સૌ પ્રથમ કૃષિ મહોત્સવનો આરંભ કર્યો હતો. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે હેતુસર તા. 17 જૂનના રોજ જિલ્લા કેન્દ્ર પર તેમજ વિવિધ તાલુકા મથકોએ કૃષિ મહોત્સવના કાર્યક્રમો યોજાશે. આ અંગે ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કેલૈયાની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવના  કાર્યક્રમના આયોજન અંગે સંલગ્ન વિભાગોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પાક, બિયારણ, બૅન્ક સહાય, ખાતર સહિતની બાબતોનું પૂરતું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે એક્ઝિબિશન કમ સેલ્સના કૃષિલક્ષી  કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કોસંબીએ કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં દરેક વિભાગે કરવાની થતી કામગીરીની માહિતી આપી હતી. મિટિંગમાં વન વિભાગ, બાગાયત, બૅન્ક, જીએસએફસી અને જીએનએફસી, સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.