www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

CM સિંહદર્શન કરે તે પહેલા જ ધારીમાં સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, વન વિભાગને 20 દિવસે ખબર પડી

ધારીના હડાળા રેન્જના ટીમબવળામાંથી 9 વર્ષના સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વિજય રૂપાણી આજે સિંહદર્શન કરવાના હોય ત્યારે સિંહનો મૃતદેહ મળતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વન વિભાગને આ સિંહના મૃતદેહ અંગે 20 દિવસે જાણ થઇ છે. આથી જંગલમાં પેટ્રોલિંગ કરવાને બદલે વન વિભાગના અધિકારીઓ ચેમ્બરોમાં આરામ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.