www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

છેલ્લા પાંચ વર્ષથી ચોરીઓના અલગ-અલગ ત્રણ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશ મુકામેથી પકડી પાડતી ભાવનગર રેન્જની અમરેલી જીલ્લા પોલીસ ટીમ

તાજેતરમાં ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને *ભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે* ભાવનગર રેન્જના જીલ્લાઓમાં તથા બહારનાં જીલ્લાઓના તેમજ બહારના રાજયના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ અને બહારના જીલ્લાના તથા રાજયના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવેલ હોય જે અન્વયે *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે* નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે અેક ટીમ રાજય બહાર  ઉત્તરપ્રદેશ, હરીયાણા તથા દિલ્હી રાજ્યોમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અમરેલી જીલ્લાની ટીમના ઇન્ચાર્જ *પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એસ.આર.શર્મા* તથા  અના.હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અના હેડ કોન્સ. મહેશકુમાર મહેરા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. કમલેશભાઇ સોલંકી  તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગોહિલ તથા પો.કોન્સ. આશિકભાઇ મકવાણાની ટીમ બનાવી ભાવનગર રેન્જના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ રાજય બહાર દિલ્હી, હરીયાણા, ઉત્તરપ્રદેશ રાજયો ખાતે ગયેલ અને *ઉત્તરપ્રદેશ રાજયના બસ્તી જીલ્લાના દુબૌલીયા પોલીસ સ્ટેશનના લારા ગામ* ખાતેથી છેલ્લાં પાંચેક વર્ષ થી ભાવનગર જીલ્લાના
1⃣ અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૧૫ IPC ક.૩૮૦,૪૫૭,૧૧૪ વિ. તથા
2⃣અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૪/૧૪ IPC ક.૪૪૭,૩૭૯, ૩૮૧, ૧૧૪ વિ. તથા
3⃣દાઠા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧/૧૫ IPC ક.૪૫૭,૩૮૦ વિ. મુજબના ચોરીઓના ગુન્હાઓમાં *નાસતો ફરતો વોન્ટેડ આરોપી મુન્નાભાઇ યાકુબભાઇ અંસારી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.ગામ-લારા પોસ્ટ-બેગરાલ દુબૌલીયા પોલીસ સ્ટેશન જી.બસ્તી (ઉત્તરપ્રદેશ)* વાળાને પકડી પાડેલ આગળની કાર્યવાહી કરવા ભાવનગર જીલ્લા પોલીસને સોંપવા તજવીજ કરેલ છે. આમ, ભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે તેમજ અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચનાથી બહારના રાજય દિલ્હી, હરીયાણા, ઉત્તરપ્રદેશ રાજયો ખાતે નાસતા ફરતા આરોપીઓ પકડવા ગયેલ અમરેલી જીલ્લા પોલીસ ટીમના ઇન્ચા પો.સબ.ઇન્સ. એસ.આર.શર્મા તથા સાથેના સ્ટાફ દ્વારા ઉત્તરપ્રદેશ થી છેલ્લા પાંચેક વર્ષથી ચોરીઓના ભાવનગર જીલ્લાના અલગ-અલગ ત્રણ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માં સફળતા મળેલ છે.