www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

૨૧ મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત યોગ તજજ્ઞોએ તાલીમ મેળવી

ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા ૨૧ મી જૂનના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા/તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષા /જીલ્લા કક્ષાના યોગ સેન્ટરો પર યોગ કરવામાં આવનાર છે. જેના અનુસંધાને તા: ૧૨  ના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે માસ્ટર ટ્રેનર દ્વારા જિલ્લાના મુખ્ય યોગ તજજ્ઞોને આયુષ મંત્રાલયની યોગા પ્રોટોકોલ મુજબની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કુલ ૯૦ યોગ તજજ્ઞોએ તાલીમ મેળવી હતી. હવે પછી આ તાલીમ પામેલા યોગ તજજ્ઞ દરેક તાલુકાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય સ્વેચ્છિક સંસ્થાઓમાં યોગની તાલીમ આપશે, તાલીમ દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી.પરમાર, જિલ્લા રમત ગમત અધિકારી અશરફ આર. કુરેશી તેમજ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતા.