www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વિશ્વ વસ્તી દિવસ નિમિતે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

WHO દ્વારા ૧૧મી જુલાઈને વિશ્વ વસ્તી દિન તરીકે ઓળખવામાં આવે છે. આજે જયારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં વસ્તી વધારાની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે ત્યારે વસ્તી નિયંત્રણ બાબતે જનજાગૃતિ અને કુટુંબ નિયોજન માટે સ્વીકૃતિ આવે તે માટે આજે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સપ્તધારા માધ્યમથી નાટક, ગીત-સંગીત વગેરે દ્વારા લોકભાગ્ય શૈલીમાં જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત જૂથ ચર્ચા, શિબિર તેમજ
બેઠકોમાં લોકોના કુટુંબ નિયોજન બાબતોમાં પડી રહેલ મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. મોબાઈલ વાન વડે ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને સામુદાયિક સ્તરે પણ લોકજાગૃતિ લાવવાના ઘનિષ્ટ પ્રયાસો કરવામાં આવશે. આ સાથે તાલુકા કક્ષાએ પરિવાર વિકાસ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં લાયક દંપતીઓને પ્રદર્શન દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ વિષે સમજ આપવામાં આવશે. ૧૧ મી જુલાઈ પછી ૧૫ દિવસ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લા કક્ષાએ કુટુંબ નિયોજનના અઠવાડિક બે કેમ્પો યોજીને લાભાર્થીઓને અનુકૂળ સેવાઓ આપવામાં આવશે. આ સમગ્ર અભિયાન દરમિયાન વસ્તી નિયંત્રણના આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ દેશના વિકાસમાં સહભાગી થવા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.