www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી વાહન ચોરી નો ગુન્‍હો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ  બનેલ હોય અને અમરેલી જીલ્લાના  નાગરિકોની  મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ  ઉકેલી  આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી  તેના  મુળ  માલિકને મિલકત પાછીમળે તે માટેના  સઘળા પ્રયત્નો કરવા  અને આવા  વણશોધાયેલ મિલકત સબંધી  ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના  અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને  અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી અમરેલી, બાયપાસ રોડથી વાહન ચોરી કરનાર ઇસમને ઝડપી લેવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
વિજય પ્રેમજીભાઇ બોરીચા, ઉ.વ. ૨૭, રહે.ચલાલા, દડીડાપરા તા.ધારી જી.અમરેલી વાળો ચોરીના મોટર સાયકલ સાથે મળી આવતાં આજરોજ તા.૧૦/૦૭/૨૦૧૯ ના કલાક ૧૭/૧૫ વાગ્યે અટક કરેલ છે.
આરોપીએ ચોરી કરી મેળવેલ મોટર સાયકલની વિગતઃ-
એક હીરો કંપનીનું સ્‍પલેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ નંબર વગર ચેસીસ નંબર MBLHAR076H5J09272 તથા એન્‍જીન નંબર HA10AGH5J07060  વાળુ કિં.રૂ.૨૫,૦૦૦/-  નું કબજે લીધેલ છે. આ મોટર સાયકલ મજકુર ઇસમે આજથી આંઠેક માસ પહેલા સુરત, વરાછા, પટેલનગર પાસે આવેલ પાનનાં ગલ્‍લા પાસેથી ચોરી કરેલ હોવાનું પ્રાથમિક પુછપરછ દરમ્‍યાન જાણવા મળેલ છે. અને આ અંગે સુરત શહેર, વરાછા પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં.૩૯૬/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ નો ગુન્‍હો રજીસ્‍ટર થયેલ છે. ઉપરોક્ત વિગતે પકડાયેલ ચોરીનું મોટર સાયકલ તથા આરોપી આગળની  કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા  પોલીસ  સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવે છે.