www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર શહેરમાં કોંગ્રેસ માઈનોરીટી વિભાગ દ્વારા મોબલીન્યીંગના વિરોધમા આવેદન પાઠવ્યું

ભારત દેશના ઝારખંડ રાજ્યમાં ગત તા.૧૭-૦૬-૧૯નાં રોજ તબરેઝ અન્સારી નામના મુસ્લીમ યુવકની મોબલીંન્ચીંગ હત્યા કરવામાં આવેલ હતી. ઝારખંડમાં ૨૪ વર્ષના એક મુસ્લિ યુવક તબરેઝને ચોરીના શકમાં લોકોની ભીેડે માર મારતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકોની ભીડ આ મુસ્લિમ યુવકને સતત ૧૮ કલાક સુધી મારતી રહી હતી. ૩ દિવસ બાદ સારવાર દરમ્યાન તબરેઝ અન્સારીનું કરૂણ મોત નિપજ્યું હતું. દેશભરમાં વધી રહેલી મોબલીન્ચીંગની ઘટનાઓ સામે સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશોનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તેમજ મોબલીન્ચીગના બનાવનો ભોગ બનનાર તબરેઝ અન્સારીના પીડીત પરિવારને આર્થિક વળતર અને ન્યાય મળે અને આ ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સમગ્રગ દેશમાં વિવિધ શહેરોમાં વિરોધ થઇ રહ્યો છે.