www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચલાલાના એક વ્યકતિના બેંક ખાતામાથી ફોન કે OTP નંબર વગર ઉપડી ગયેલ રૂ.૧૪,૬૫૦/- ની રકમ પરત અપાવતી અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ સેલ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબે જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને, ચલાલાના હાર્દીકભાઇ ગેડીયા ના બેંક ખાતામાથી કોઇ ફોન કે OTP નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૧૪,૬૫૦/-ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય,જેની જાણ થતા તેઓએ તાત્કાલીક સંલગ્ન બેંક તથા સાયબર ક્રાઇમ સેલ પોસઇશ્રીએમ.એમ.પરમારનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા તેઓશ્રી દ્રારા તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારના બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઇન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરૂરી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી,ઓનલાઇન સ્ટેટમેન્ટ,AMT કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી,ચેક કરતા ઓનલાઇન ફ્રોડમાં ગયેલ નાણા Google*OctroInc.દ્રારા અનઅધિકૃત રીતે કાપવામા આવેલ હોવાની જાણ થયેલ,ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ આ નાણા પરત મેળવવા માટે સાયબર સેલ પોસઇશ્રી દ્રારા જરૂરી પત્ર વ્યવહાર તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ ધટતી તમામ કાર્યવાહી કરી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રૂ.૧૪,૬૫૦/-હાર્દીકભાઇ ને પરત અપાવી,આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ આ કામગીરી સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમાર તથા પોકો આસીફભાઇ ગોરી દ્રારા કરવામાં આવેલ છે.