www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

શાળાકીય રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની વિવિધ સ્પર્ધાઓના આયોજન અંગે વાર્ષિક બેઠક યોજાઈ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમતગમત કચેરી અમરેલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અમરેલી ના અધ્યક્ષ સ્થાને શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ 9 જુલાઈ ને મંગળવારના રોજ વાર્ષિક આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં શાળાકીય અંડર-19 રમતો તથા ખેલ મહાકુંભમાં સમાવિષ્ટ સિવાયની અંડર-14 અને અંડર-17 ની વિવિધ રમત સ્પર્ધાઓની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા
હતા.