www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દારૂના હબ બનતા બાબરા તાલૂકા અંગે આક્રમક મિજાજમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના સરકાર પર આકરા પ્રહારો

     રાજ્યમાં દારૂની રેલમછેલ થઈ રહી છે અનેકવાર રાજ્યમાં દારૂ પકડાવવાના બનાવો બની રહ્યા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડાય રહ્યો છે
   ત્યારે બાબરા લાઠીના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ચિંતા કરી રાજ્ય સરકારપર આકરા પ્રહારો કર્યા હતા તેઓ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધિને ડામવા રાજ્યની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તેઓ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દારૂમાં પોલીસ અને ભાજપના આગેવાનો ની મિલીભગત સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે મોટાભાગના બનાવોમાં દારૂના કેશમાં પોલીસ અને ભાજપના આગેવાનો ની સંડોવણી ખુલી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો રીતે રાજ્યમાં દારૂની નદીઓ વહેતી રહેછે તો દેશનું ભવિષ્ય સમાન યુવાનો દારૂના ખપ્પરમાં હોમાય જશે શુ રાજ્યની સરકારને યુવાનોની ચિંતા નથી? દારૂના દુષણના કારણે અનેક પરિવારો પાયમાલ થયા છે જેના દાખલો આપણી સામે છે
રાજ્યમાં દારૂને કડક હાથે કામ લેવામાં રાજ્યની સરકાર નિષ્ફળ નીવડી છે તે સરકાર દ્વારા સ્વીકારી જોઈએ અને જેતે જીલ્લા દારૂ પકડાય ત્યાં સ્થાનિક પોલીસ અને ગૃહવિભાગના અધિકારીની જવાબદારી ફિક્સ કરવી જોઈએ
ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે પોતાના વિસ્તારમાં દારૂના સતત પકડવાના બનાવોને યાદ કરી જણાવ્યું હતું કે બાબરા તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં એક કરોડ થી વધુનો દારૂ પકડાયો છે તાલુકો દારૂનો હબ બન્યો છે તો પણ પોલીસ કોઈ સખત કામગીરી કરતી નથી
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ ૨૫૪ કરોડ નો દારૂ પકડાયો છે આ આકડો કદાચ ઓછો છે અને વધુ હોય શકે શુ રાજ્યની સરકાર દારૂબંધીને કડક હાથે ડામવામાં કોઈ નક્કર કાર્યવાહી નહિ કરે તેવો વેધક સવાલ કરતા અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું