www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સિહોર તાબેના ઇશ્વરીયા ગામનાં પાટીયા પાસે આંગડીયા કર્મચારીનેે લૂંટી ભાગેલા આરોપીઓને ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર જિલ્લાનાં સિહોર તાબેના ઇશ્વરીયા ગામનાં પાટીયા નજીક ગતરાત્રીનાં ભાવનગરથી રાજકોટ થઇ રહેલા આંગડીયા પેઢીનાં કર્મચારીઓની કારને આંતરી લૂંટ ચલાવી નાસી છૂટેલ આરોપીઓને ભાવનગર પોલીસે કાર તથા મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે જુદી જુદી આંગડીયા પેઢીના કર્મચારીઓ આંગડીયાનો માલ લઇને તુફાન ગાડીમાં ભાવનગર થી ઢસા-રાજકોટ જતા હતા અને રાત્રીના સવા દશેક વાગ્યે સોનગઢ તાબેના ઇશ્ર્‌વરીયા ગામના પાટીયા પાસે ચાર જેટલા ઇસમો પોલીસ ચેકિંગના નામે આંગળીયા કર્મચારીઓ તુફાન ગાડી ઉભી રખાવી તેના થેલા સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી તેઓ પાસે રહેલ લાલ કલરની ટોયટા ઇટીયોસ કાર રજી. નંબર જીજે-૧-સીવાય-૧૫૬૩ માં ચારેક આંગડીયા કર્મચારીઓને બેસાડી તેમાથી ત્રણ કર્મચારીઓને કારમાંથી ત્યાજ ઉતારી આર. મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી મનુભાઇ રામાભાઇ પટેલને કારમાં બેસાડી દેતા તેઓ પણ કારમાંથી ઉતરવા જતા તેઓને લાકડીના ઘુસા મારી કારમાંથી ઉતારી ફરિયાદી પાસે રહેલ થેલો લઇ ઇટીયોસ કાર લઇ નાસી છુટેલ ત્યારબાદ ફરિયાદી જે તુફાન ગાડીમાં જતા હતા તે ગાડી પાછળ આવતા ફરિયાદી તેમા બેસી થેલો લઇ ભાગેલ કારનો પીછો કરતા આરોપીઓની ઇટીયોસ કાર ઇશ્ર્‌વરીયા ગામ પાસે થોડે દુર મેલડીમાના મંદિર પાસે વળાંકમાં કાર મંદિર સાથે ભટાકાતા પાંચેય જણા કારમાંથી ઉતરી ફરિયાદીનો થેલો લઇને નાસવા જતા ફરિયાદી તથા તેની સાથેના માણસો તેનો પીછો કરતા થેલો મુકીને રાત્રીના અંધારામાં ખેતરોમાં નાશી ગયેલ અને ફરિયાદીને તેનો મુદ્દામાલ ભરેલ થેલો સહી સલામત પરત મળી ગયેલ અને બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગયેલ આ બાબતે ફરિયાદી મનુભાઇ રામાભાઇ પટેલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી. ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ભાવનગર પોલીસને સુચના કરતા ભાવનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતો મેળવી નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબી તથા એસઓજી તથા સોનગઢ ઉમરાળા પોલીસની ની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ. પોલીસ જુદી-જુદી ટીમો બનાવી બનાવ બાબતે માહિતી મેળવવાના પ્રયત્નો હાથ ધરેલ અને ફરિયાદી પાસેથી મળેલ હકિકત આધારે તથા આરોપીઓની ટોયટા ઇટયોસ કાર રજી. નંબર જીજે-૧-સીવાય-૧૫૬૩ તથા તેના એન્જીન, ચેચીસ નંબર આધારે માલીકની વિગત મેળવી તથા ટેકનીકલ સોર્સ આધારે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ હારૂનભાઇ ફતેમહંમદ થૈબા/સંધી ઉ.વ.૪૫ રહે. રાજગઢી નગીના મસ્જીદની સામે તા. રાધનપુર, અલ્પેશભાઇ વિનુભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે. ફીચોડ તા. ઇડર, મુકેશભાઇ ચીમનભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે. અમદાવાડ હીરાવાડી, મથુરભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૯ રહે. અમદાવાદ, અમરસંગ માવજીભાઇ પરમાર ઉ.વ. ૫૭ રહે. ઢાંકણકુંડા તા. શિહોર, અબ્દુલ્લા સુલેહમાન મરેડીયા ઉ.વ.૩૬ રહે.પાલનપુર, ફરહાનભાઇ રૂકમાનભાઇ કડીવાલા ઉ.વ.૩૩ રહે. પાલનપુર વાળાઓને જેમા આરોપી નં. ૧ ને આટકોટ ચોકડી ખાતેથી આરોપી નં. ૨ થી ૫ ને ઢાંકણકુંડા ગામે આરોપી અમરસંગના ઘરેથી તથા આરોપી નં. ૬ તથા ૭ ને અમદાવાદ ખાતેથી દબોચી સોનગઢ પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાર્યવાહી/પુછપરછ કરી તમામને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરેલ ટોયટો ઇટીયોસ કિ.રૂ. ૨૫૦૦૦૦/- તથા મારૂતી સ્વીફટ કાર કિ.રૂ઼. ૧૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ઼. ૧૨૫૦૦/- ના કબ્જે કરવામાં આવેલ છે.