www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. દ્વારા ટોડા તથા અડતાલા, મુકામે મોબાઈલ વાન દ્વારા ખેડુતોને બેંકીગ વિશે માહીતી અપાઈ

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની જરખીયા શાખા મારફત ટોડા તેમજ અડતાલા ગામે તા. ૧૦/૦૭/૧૯ ના રોજ જી.એસ.સી. બેંક લી.ના સહયોગથી મોબાઈલ વાન ફરા બેંક વિશેની વિવિધ માહીતી આપવામાં  આવેલ હતી. આ કાર્યક્રમનાં પ્રારંભમાં શાખાનાં બ્રાન્‍ચ મેનેજર શ્રી હીતેષભાઈ માંગરોળીયાએ બેંકની વિવિધ ડીપોજીટ યોજનાની માહીતી આપેલ. તેમજ શાખાના બ્રાંચ એકાઉન્‍ટન્‍ટ શ્રીરાકેભાઈ દેસાઈએ ધિરાણની વિવિધ યોજનાઓ વિશે તથા બેંકનાં ગોલ્‍ડ ધિરાણ, શાખાની પ્રગતિ વિશે માહિતી આપેલ હતી. તેમજ હેડ ઓફીસ, અમરેલીનાં એફ.એલ.સી. તથા ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં ઓફીસર શ્રી મહેશભાઈ એમ.કથીરીયાાએ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વિમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેંક મારફત રૂા.૧૦૭ માં પાન કાર્ડ મેળવવા અંગે તેમજ બેંકની ગ્રામીણ ગ્રૃપ આકસ્‍મીક વિમા યોજનાની વિગતવાર જાણકારી આપેલ હતી. હેડ ઓફીસ, અમરેલીનાં ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં ઓફીસરશ્રી ભાવેશભાઈ રોકડે કેશ લેસ ટ્રાન્‍જેકશન તેમજ બેકે અપનાવેલ વિવિધ ટેકનોલોજીના માઘ્‍યમથીબેંક દ્વારા અપાતી વિવિધ સેવાઓ જેવી કે બતો ડેબીટ કાર્ડ કીશાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી. કાર્ડ)વિશેની વિસ્‍તૃત માહીતી આપેલ. તેમજ બેંકનાં અને નાફસ્‍કોબ અને ગુજકોમાસોલનાં ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની માર્ગદર્શન મુજબ બેંકની શાખાઓ અને પેકસ મંડળીઓના ધંધાનાં કદમાં થયેલ વધારો, વિદ્યાર્થીઓને તેમજ મહીલાઓને બચતની ટેવને ઉતેજન મળે તે માટે રૂા. ૧/- થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધારી પાડી સેવાનુ પ્રેરણાદાયી કાર્ય કરી બેંકીંગ પ્રવૃતિઓ સાથે બેંક વિકાસનાં પંથે લોકોને સેવા પુરી પાડી રહેલ છે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં ટોડા તથા અડતાલા ગામના પ્રગતિશીલ ખેડુતતથા ટોડા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ તથા મંત્રી શ્રી સંજયભાઈ મહેતા ,અડતાલા સેવા સહકારી મંડળી લી મંત્રી શ્રી બટુકરાય દેવમોરારી જરખીયા શાખાના કર્મચારી વિરલભાઈ તથા વી.પી.વ્‍યાસ, તથા મંડળીનાં સભાસદો તથા ગ્રામજનોએ હાજરી આપેલ હતી. તેમ હેડ ઓફીસના અધિકારી શ્રી ભાવેશભાઈ ગોંડલીયાની યાદી જણાવે છે.