www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. દ્વારા ત્રાકુડા, મુકામે આકસ્‍મિક વિમાનાં ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની પાંચતલાવડા શાખા મારફત બેંકની વ્‍યકિતગત ગૃપ આકસ્‍મિક વિમા યોજનામા જોડાયેલ પાંચતલાવડા ગામના સભાસદ શ્રી બીપીનભાઈ દીનકરભાઈ જાનીંનુ અકસ્‍માતે અવસાન થયેલ. જેની વિમા કલેઈમની રકમ રૂા. ર,00,000/- મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ તા. રર/૦૮/૧૮નાં રોજ પાંચતલાવડા મુકામે રાખવામાં આવેલ હતો. વિમા કલેઈમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી ત્ત્લ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. ના બેંકના એડિશનલ જનરલ મેનેજર શ્રી એ.બી.ગોંડલીયા તેમજ બેંકના એફ.એલ.સી.વિભાગના જુનીયર ઓફીસર શ્રી મહેશભાઈ કથીરીયાનાં વરદ હસ્‍તે તેમના વારસદાર શ્રીને કરવામાં આવેલ. આ કાર્યક્રમનાં પ્રારંભમાં શાખાનાં બ્રાન્‍ચ મેનેજર શ્રી સુરેશભાઈ લાખાણીની વિવિધ ડીપોજીટ યોજનાની માહીતી આપેલ. તેમજ, અમરેલીનાં ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં જુનીયર ઓફીસર શ્રી એમ.એમ.કથીરીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વિમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેંક મારફત પાન કાર્ડ મેળવવા અંગે વિગતવાર જાણકારી આપેલ હતી. બેંકના એડીશનલ જનરલ મેનેજર શ્રી એ.બી.ગોંડલીયાએ કેશ લેસટ્રાન્‍જેકશન તેમજ બેકે અપનાવેલ વિવિધ ટેકનોલોત્ત્ના માઘ્‍યમથી બેંક દ્વારા અપાતી વિવિધ સેવાની માહીતી આપેલ. તેમજ બેંકનાં અને નાફસ્‍કોબ અને ગુજકોમાસોલનાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની માર્ગદર્શન મુજબ બેંકની શાખાઓ અને પેકસ મંડળીઓના ધંધાનાં કદમાં થયેલ વધારો, વિદ્યાર્થીઓને તેમજ મહીલાઓને બચતની ટેવને ઉતેજન મળે તે માટે રૂા.૧/- થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધાપુરી પાડી સેવાનુ પ્રેરણાદાયી કાર્ય કરી બેંકીંગ પ્રવૃતિઓ સાથે બેંક વિકાસનાં પંથે લોકોને સેવા પુરી પાડી રહેલ છે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં પાંચતલાવડા સેવા સહકારી મંડળી લી.નાં પ્રમુખ શ્રી સુરેશભાઈ ખુમાણ, મંત્રી શ્રી દેવરાજભાઈ, તથા બ્રાંચ એકાઉન્‍ટન્‍ટ રાજુભાઈ રાદડીયા,જોષીભાઈ,વીરપરાભાઈ તેમજ ગામના આગેવાનો તેમજ, મંડળીનાં સભાસદો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજરી આપેલ હતી. તેમ મંડળીની યાદીમા જણાવે છે.