www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીની આનંદનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટકીયા, રૂ. ૮ થી ૧૦ હજારની રોકડ રકમની ચોરી

અમરેલી શહેરમાં ચોરીનો વધુ એક બનાવ તા.10 ને બુધવારે રાત્રી દરમ્યાન ચક્કરગઢ રોડ પર આવેલ આનંદનગર સોસાયટી નં 8 ના બ્લોક નં 10 ના બંધ મકાનમાં બનવા પામ્યો હતો…મકાનમાં રેહેતા અમરેલી શહેરમાં જીટીપીએલ કેબલ નેટવર્કના કર્મચારી વિપુલભાઈ વી. હરિયાણી તેમના પરિવાર સાથે તેમના ગામ થોરડી બે જ દિવસ માટે ગયા હતા, તે દરમ્યાન મકાન બંધ હતું આ બન્ધ મકાન વિશે તસ્કરોએ રેકી કરી હશે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને તા.10 ને બુધવારે રાત્રીના સમયે તસ્કરો એ કળા કરી હતી, મકાનના મુખ્ય દરવાજાનું તાળું ટોળું ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી રૂમ માં રહેલ બે બેગને તપાસી પણ કશું ન મળતા મકાનમાં રહેલ મંદિરની બાજુમાં રહેલ બાસ્કેટમાં રૂપિયા ભરેલ ગલ્લો હતો તે તસ્કરોના હાથમાં આવી જતા ગલ્લો માં રહેલ અંદાજે રૂપિયા 8 થી 10 હજારની ચોરી કરી તસ્કરો અંધારામાં ઓગળી ગયા હતા. વિપુલભાઈ બહારગામથી આવ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થતાં તાત્કાલિક અમરેલી રૂરલ પોલીસ ને જાણ કરી હતી. અને હમેશા બનતું આવ્યું છે તેમ પોલિસ ઘટના સ્થળે પહોંચી ને ખાલી તપાસ હાથ ધરી હતી…હંમેશા ચોરીના બનાવો બન્યા બાદ ચોરી અંગે પોલીસ દ્વારા ગંભીર થવાની જરૂર છે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ પણ નામનું જ થતું હોય તેવું લાગે છે. રાત્રી દરમ્યાન અજાણ્યા ઈસમો શહેર માં રખડતા હોય છે તેઓને ઉભા રાખી પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં નહી આવતી હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે…હવે પછી આ અને તા.10 ને બુધવારે રાત્રીના સમયે તસ્કરો એ કળા કરી હતી, મકાનના મુખ્ય દરવાજાનું તાળું ટોળું ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી રૂમ માં રહેલ બે બેગને તપાસી પણ કશું ન મળતા મકાનમાં રહેલ મંદિરની બાજુમાં રહેલ બાસ્કેટમાં રૂપિયા ભરેલ ગલ્લો હતો તે તસ્કરોના હાથમાં આવી જતા ગલ્લો માં રહેલ અંદાજે રૂપિયા 8 થી 10 હજારની ચોરી કરી તસ્કરો અંધારામાં ઓગળી ગયા હતા. વિપુલભાઈ બહારગામથી આવ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થતાં તાત્કાલિક અમરેલી રૂરલ પોલીસ ને જાણ કરી હતી. અને હમેશા બનતું આવ્યું છે તેમ પોલિસ ઘટના સ્થળે પહોંચી ને ખાલી તપાસ હાથ ધરી હતી…હંમેશા ચોરીના બનાવો બન્યા બાદ ચોરી અંગે પોલીસ દ્વારા ગંભીર થવાની જરૂર છે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ પણ નામનું જ થતું હોય તેવું લાગે છે. રાત્રી દરમ્યાન અજાણ્યા ઈસમો શહેર માં રખડતા હોય છે તેઓને ઉભા રાખી પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં નહી આવતી હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે…હવે પછી આવા ચોરીના બનાવો ન બને તે અંગે પોલીસે પ્રયત્નશીલ બનવું પડશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…