www.citywatchnews.com

Just another WordPress site

Day: April 19, 2018

અમરેલી

ખાંભામાં કપાસના વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી

ખાંભામાં ખપાસનો ઘંઘો કરતા વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી કરી હોવાના બનાવમાં ૬ માસ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ હતી. ખાંભાના જીનપરામા રહેતા યાસીફભાઇ અબાસભાઇ હસનાણીએ ખાંભા પોલીસમાં નોંધાવી છે કે ગઇ તા.૯/૧૧/૧૭ રોજ મારા મો.૯૯૨૫૧ ૭૯૭૦૯ ઉપર રાજુલાના પી.એમ.આંગળીયા ઓફીસમાંથી…

અમરેલી

બીટકોઈન કેસ: અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે કરી PI અનંત પટેલની ધરપકડ…જુઓ

12 કરોડની કિંમતના બિટકોઇન પડાવ્યા બાદ ફરાર થઈ ગયેલા અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવારની બપોરે અડાલજ પાસે આવેલા સેન્ટોઝા બંગલો પાસેથી ઝડપી લીધા છે. પોલીસથી બચવા અનંત પટેલે પોતાની ઓળખ છુપાવવા માટે મુંડન કરાવી લીધુ હતું…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી નજીક આવેલ નાના આંકડીયા ગામે ભરબપોરે તપસ્‍વીની અનોખી સાધના

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ જયાં ગરમી પડે છે અને લોકો સવારે અને રાત્રે પણ એસી-પંખા વગર રહીશકતા નથી તેવા અમરેલી શહેરની બાજુમાં આવેલા નાના આંકડીયા ગામે એક તપસ્‍વી બપોરનાં સમયે પોતાની આજુબાજુમાં 11 જેટલી ધુણીઓ ધખાવીઅને સાધના કરે છે, ત્‍યારે…

ભાવનગર

સ્થાપના દિન મહાનગરપાલિકાને ફળ્યો: એક દિવસમાં 1 કરોડથી વધુની ડિમાંડ ક્લીયર થઇ

અખાત્રીજના આજના શુભ દિને ભાવનગરનો સ્થાપના દિન ભાવનગર મહાનગરપાલિકાને ફળ્યો. મનપાના નવા નાણાકિય વર્ષ માટે મિલ્કત કર સ્વિકારવાનું શરૂ હોય આજના ૧૮માં દિવસે જે અખાત્રીજ હોય અને ભાવનગરનો સ્થાપના દિન હોય શહેરની જનતાએ શહેર પ્રત્યેની સ્વૈચ્છીક જવાબદારી નિભાવતા એક રોકડ…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં પરશુરામ જયંતિની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી જિલ્‍લામાં  ભગવાન પરશુરામ જન્‍મ ન્નયંતિની સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્‍લાના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પુજા અર્ચન, શોભાયાત્ર, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. અખાત્રિજનાં શ્રી ભગવાન પરશુરામના જન્‍મોત્‍સવના આયોજનને બ્રહ્મસમાજનાં વરિષ્ઠ આગેવાનો, વડિલો, માતાઓ, યુવાનો…

ભાવનગર

નાની રાજસ્થળી શાળા પરિવાર દ્વારા શાળાના દિવંગત શિક્ષકની યાદમાં જલધારાનું નિર્માણ

પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી કે.વ. શાળા પરિવાર દ્વારા એક પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે. શાળાના શિક્ષક પોચાતર કાળુભાઈનું દુઃખદ અવસાન થયેલ હોય, જેથી તેમની યાદ હંમેશા રહે તે માટે તેમના સ્મરણાર્થે જલધારાનું નિર્માણ કરવામાં આવેલ છે. બાળકોને શુદ્ધ અને ઠંડુ…

ભાલ પંથકના કાળાતળાવ ગામે રિવોલ્વરની લૂંટના મામલે 14ની ધરપકડ, તમામ જેલ હવાલે

વેળાવદર-ભાલ પંથકના કાળાતળાવ ગામે ચાર દિવસ પૂર્વે શખસોએ સશસ્ત્ર હથીયાર ધારણ કરી માર મારીને રીવોલ્વરની લૂંટ ચલાવતા ભાલ પોસ્ટેમાં ગુનો નોંધાવા પામ્યો હતો જે મામલે પોલીસે ચૌદ શખસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી દિધા હતા. જ્યારે હજુ…

ભાવનગર

ભાવનગર રેલવે DRM કચેરીમાં વિકરાળ આગ ભભૂકી

શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ ડી.આર.એમ. કચેરીમાં આજે રાત્રીનાં વિકરાળ આગ ભભૂકતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. આગજનીની ઘટનામાં રેકર્ડ બળીને ખાખ થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ રેલ્વે ડી.આર.એમ. કચેરીમાં આજે રાત્રીનાં ૮ કલાકના…

ભાવનગર

મહુવાની એક ડઝનથી વધુ સોસાયટીમાં પાણીનો કકળાટ, 4-5 દિવસે થાય છે પાણીનું વિતરણ

મહુવા શહેરની એક ડઝનથી વધુ સોસાયટી વિસ્તારમાં સમયસર પુરતુ પાણી ન મળતા કાળો કકળાટ વ્યાપ્યો છે. મહુવામાં આવેલ એકતા સોસાયટી શ્રીનાથજી સી. સૂર્યદિપ, ખોડીયાર નગર, વીવેક પાર્ક, એકતાનગર, જલારામ સોસાયટી, શામળાપાર્ક જેવી એક ડઝનથી વધુ સોસાયટી વિસ્તારમાં સમયસર પાણી ન…

ભાવનગર

ગૌરીશંકર સરોવરના સાન્નિધ્યમાં લોકોના ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો ભાવેણાનો સ્થાપના દિન

ગૌરીશંકર સરોવરના સાન્નિધ્યમાં લોકોના ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે ભાવેણાના ૨૯૬માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. બોરતળાવ ખાતે હૈયેહૈયું દળાય તેટલી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટયા હતા અને આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. આજથી ૨૯૫ વર્ષ અગાઉ મહારાજા ભાવસિંહજી દ્વારા અખાત્રીજના…