www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: May 2019

સુરેન્દ્રનગરમાં આસમાનથી આગ વરસી : પારો ૪૪.૮

ગુજરાતના સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. બીન જરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ લોકોને તંત્ર દ્વારા આપવામાં આવી છે. બીજી બાજુ ગુરુવારની સરખામણીમાં આજે શુક્રવારે અમદાવાદ…

અંબાજી જંગલોમાં ગરમીને પગલે જારદાર આગ લાગી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુપ્રસિધ્ધ અંબાજીના જંગલોમાં આજે ભારે ગરમીના કારણે અચાનક જારદાર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ધીરેધીરે જંગલ વિસ્તારમાં પ્રસરતી જતી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને કાબૂમાં લઇ લીધી હતી….

બગસરામાં ફાયરસેફટીની સુવિધા ન ધરાવનારાઓ સામે કડક કાર્યવાહી પાલિકા દ્વારા ૯ હીરાના કારખાનાઓ સીલ કરવામાં આવ્યા

અમરેલી : સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ ફાયરસેફટીને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી…બગસરામાં ફાયરસેફટીની સુવિધા ન ધરાવનારાઓ સામે કડક  કાર્યવાહી કરાઈ…પાલિકા દ્વારા ૯ હીરાના કારખાનાઓ સીલ કરવામાં આવ્યા…ફાયરસેફટી અધિનિયમ-૨૦૧૩ અન્વયે કરાઈ કાર્યવાહી…પાલિકાની ટીમે પોલીસ સ્ટાફને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી..

ફાયરસેફ્ટી તેમજ ડિમોલીશન મામલે કોર્પોરેશનની કાર્યવાહી

સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્‌ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમ્યુકોની ટીમ દ્વારા આજે સતત પાંચમા દિવસે શહેરમાં આવેલી સ્કૂલો, હોસ્પિટલ ટ્યૂશન ક્લાસિસ, હોટલ્સ અને રેસ્ટોરેન્ટ્‌માં બનાવેલા ગેરકાયદેસર…

ભારતના જુદા જુદા ભાગોમાં ભીષણ ગરમી : લોકો હેરાન

સમગ્ર દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે જનજીવન પર ખોરવાઈ ગયું છે. આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. ગરમીનો પ્રકોપ હાલમાં જારી રહી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટની જાહેરાત કરી…

સીતારામનની સિદ્ધી : બીજા મહિલા નાણાંમંત્રી બન્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શેરબજાર સહિત તમામ બજારોને ચોંકાવી દઈને નિર્મલા સીતારામનને નાણાંમંત્રી તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. મોદી સરકાર-૧માં સંરક્ષણ મંત્રી તરીકે રહેલા નિર્મલા સીતારામને રાફેલના મુદ્દા ઉપર પણ જારદાર વલણ અપનાવ્યું હતું. આ વખતે સીતારામનને વધુ મોટી જવાબદારી…

ખાતાની ફાળવણી થઇ : અમિત શાહને ગૃહ, રાજનાથને સંરક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી હતી. મોદી સહિત ૫૮ પ્રધાનોએ ગઈકાલે શપથ લીધા હતા. મોદીએ ધારણા પ્રમાણે જ અમિત શાહને મોટી જવાબદારી સોંપી હતી. અમિત શાહને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહને દેશના નવા…

વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે જંગ માટેનો તખ્તો તૈયાર

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે વર્લ્ડ કપની વિન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ત્રીજી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. જેને લઇને ભારે…

ઉથલપાથલની વચ્ચે સેંસેક્સ ફરી ઘટી જતા ભારે નિરાશા

શેરબજારમાં ભારે ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૮ પોઇન્ટ ઘટીને ૩૯૭૧૪ની નીચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૧૯૨૩ની સપાટી પર બંધ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટી…

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ આ વખતે રોજગારી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. લોકસભાની ચૂટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દો જારદાર રીતે કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો હતો….