fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન ભાવનગર

સાળંગપુર કષ્ટ્રભંજન મંદિર, ગોપનાથ મંદિર પણ બધં રહેશે

 

વૈશ્ર્વિક સ્તરે ફેલાયેલી કોરોના વાઈરસની મહામારીથી ભારત વાસીઓને સુરક્ષિત રાખવા માટે પ્રત્યેક નાગરિકનું યોગદાન આવશ્યક છે ત્યારે લોકોને આ વિશે જાગૃત કરવા અને ભાવિકો વિશાળ સંખ્યામાં એકત્ર ન થાય તે માટે તીર્થસ્થાનોએ પહેલ કરી છે. ભાવનગર તેમજ બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ તીર્થસ્થાનોએ દર્શન બધં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાષ્ટ્ર્ર હિત સર્વેાપરી છે તેવી સુંદર ભાવના સાથે રાજપરા ખોડિયાર મંદિર, ગોપનાથજી મંદિર, મહત્પવાના ભવાની મંદિર, બોટાદમાં સાળંગપુર કષ્ટ્રભંજનદેવ, ભાવનગરના અક્ષરવાડી, મહત્પવા પાસે આવેલ બગદાણામાં તમામ વિભાગો ૩૧મી સુધી બધં રાખવાનો ટ્રસ્ટ દ્રારા નિર્ણય લેવાયો છે તો પાલિતાણામાં પણ દેરાસરો માત્ર સેવા-પુજા માટે જ ખુલ્લા રખાયા છે અને ધર્મશાળઓ બધં કરી દેવામાં આવી છે.

ભાવનગર શહેર જિલ્લામા આવેલ વિવિધ દેવસ્થાનોમા દર્શન, ભોજનશાળા સહિતના વિભાગો બધં કરાયા છે. ભાવિકોને પોતાના ઘરેથી જ દર્શન કરવા અને રવિવાર, મંગળવાર, શુક્રવાર તેમજ બીજ, અગીયારસ, પુનમ, અમાસ જેવા પર્વેા ઘરેથી જ ઉજવવા અપીલ કરાઈ છે. આ ધર્મસ્થળોમા આવેલા ભોજનશાળા, ધર્મશાળા, ચા વિભાગ સહિતના તમામ વિભાગો આગામી તા.૩૧-૦૩ સુધી બધં કરી દેવામા આવેલ છે. સ્થાનિક પુજારીઓ દ્રારા સવારે અને સાંજે નિત્યક્રમ મુજબ પુજા, આરતી સહિતના કાર્યક્રમો થશે પરંતુ, ભાવિકોને પ્રવેશ અપાશે નહિ ધર્મસ્થળો દ્રારા પોતાની વેબસાઈડ પર સોશ્યલ મીડિયાના માધ્યમથી ભાવિકોને આરતી, પુજાનો લાભ લઇ શકશે આ ઉપરાંત સહત્પને રવિવારનાં જનતા કરફયુમાં જોડાવા અને રાષ્ટ્ર્રનાં કામમાં યોગદાન આપવા પણ સંતોએ અપીલ કરી છે

Related posts

ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ પુન: ચાલુ કરવા કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળી એક ઉચ્ચસ્તરીય બેઠક

City Watch News

કોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ

City Watch News

અરજદારોને અનિવાર્ય સંજોગો સિવાય સરકારી કચેરીઓની મુલાકાત ટાળવા જિલ્લા કલેક્ટર , મહાનગરપાલિકા કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ

City Watch News