fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગરમાં પ્રવેશતા ૨૧ હજાર પ્રવાસીઓનું કરાયું પરીક્ષણ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના
સાવચેતીના પગલાને ભાગ રૂપે જિલ્લા સરહદે સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર
નજીકના સરહદી વિસ્તારોમાં આવેલી ૬ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૨૧,૪૨૬
વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૩૮ દર્દીઓને સામાન્ય પ્રકારની શરદી, તાવના લક્ષણો
જણાતા સ્થળ ઉપર જ દવા આપવામાં આવી હતી.
ભાવનગરની સરહદે આવેલા કુલ ૬ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત પરીક્ષણની
કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જે-તે વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્રની
ટીમો પણ ઉક્ત કામ કરી રહી છે.
આ ૬ ચેકપોસ્ટ ઉપર છેલ્લા બે દિવસ દરમિયાન થયેલી કામગીરીની વિગતો જોઇએ તો ભાવનગરની
સરહદે આધેલાઈ ચેકપોસ્ટ ખાતે ૬૬૩૪, વલ્લભીપુર કેરીયા ઢાળ ખાતે ૭૫૩૨, રંઘોળા ચોકડી ખાતે
૫૨૯૪, મોટા આસરાણા ચોકડી ખાતે ૭૫૧, નાની વાવડી ચેકપોસ્ટ ખાતે ૫૮૦ અને માઢિયા ખાતે ૬૩૫
વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી કહે છે, અમે અહીંથી પસાર થતાં તમામ વાહનોને રોકીને
તેનું પરીક્ષણ કરીએ છીએ, તાવ, શરદીના જો કોઇ લક્ષણો જણાય તો તેને તુરંત દવા આપીએ છીએ.
પોલીસ પણ તે વાહનોનું ચેકિંગ કરે છે. પ્રવાસીઓને કોરોનાથી બચવા માર્ગદર્શક ચોપાનિયા આપવામાં
આવે છે. જેના શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ જણાય તેને તુરંત દવાઓ આપવામાં આવી રહી છે.
હાલ જે લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા છે તેમાંથી એક પણ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાયા નથી.
ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોરે જણાવ્યું કે, આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધીને
પોલીસ તંત્ર દ્વારા આ તમામ ચેકપોસ્ટ ઉપર કામગીરી કરવામાં આવી છે. પોલીસની રૂટિન કામગીરી
ઉપરાંત હવે, વાહનચાલકોને સીટબેલ્ટ બાંધવાની સલાહ સાથે મ્હોં આડે રૂમાલ બાંધવા કે માસ્ક પહેરવાની
પણ સલાહ આપવામાં આવે છે.

Related posts

શહેરના જવાહર મેદાન ખાતે યોજાનાર વિશ્વ મહિલા દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે 

City Watch News

ભાવનગર જીલ્લાના અલંગમાંથી જમીનમાં ખાડો ગાળીને છુપાવેલ વિદેશી દારૂની 650 નંગ બોટલ ઝડપાઈ

City Watch News

ભાવનગર જિલ્લાની મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે

City Watch News