fbpx
36 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ભાવનગર

કોરોના મહામારી સંદર્ભે સિહોર નાગરિક સહકારી બેંક દ્વારા રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અર્પણ

કોરોના મહામારી સંદર્ભે નાગરિક સહકારી બેંક સિહોર દ્વારા રૂ.૧ લાખનો ચેક મુખ્યમંત્રી
રાહત ફંડમાં અર્પણ કરાયો છે. સિહોર પ્રાંત કચેરી ખાતે આજરોજ સિહોર નાગરિક સહકારી બેંક. લી. દ્વારા
રૂ.એક લાખનો ચેક સિહોર પ્રાંત અંધિકારી શ્રી રાજેશ ચૌહાણને સિહોર નાગરિક સહકારી બેંકના ચેરમેન તથા
બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઇ.ડી.જાની, જનરલ મેનેજરશ્રી ડી. એન.વાળા તેમજ વી.જે મહેતાની
ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.
આ તકે, ચેરમેનશ્રીએ કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સૌ
નાગરિકો સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વખતો વખતની સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે
તેમજ સાવચેત રહે તેમ જણાવી લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.

Related posts

ભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાઈ

City Watch News

શ્રી બજરંગદાસ સીતારામ સનાતન સંસ્થાન, બગદાણા દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 21 લાખ તેમજ જરૂરિયાત મંદ લોકોની અનાજ કીટમાટે 7.50 લાખ અર્પણ કરાયા.

City Watch News

ભાવનગર જિલ્લા ગ્રામ્ય કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન

City Watch News