fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ભાવનગર

૧ દર્દીને રજા અપાતાં કોરોના પર વિજય મેળવનારા દર્દીઓની સંખ્યા ૮૫ એ પહોંચી

ગત તા.૧૧ મે ના રોજ પાલીતાણાના લીંબુ વાડી ખાતે રહેતા ૪૯ વર્ષીય વિલાસબેન
કિશોરભાઈ સોરઠિયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર
તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના
માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા
આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનાર દર્દીને છેલ્લા 3 દિવસથી તાવ
આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા.
સરકાર દ્વારા આ દર્દીને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક
હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ
સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૧૨ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ
૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Related posts

પાલીતાણા શેત્રુંજય પર્વત પર યોજાનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા મોકૂફ રાખેલ છે

City Watch News

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેર કોલેજો અને પોલીટેકનિકોમાં વિવિધ ફેકલ્ટી બંધ કરવાના અને તેની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી ભાવનગરને ભારોભાર અન્યાય 

City Watch News

ભાવનગર જિલ્લામાં વિદેશથી આવેલ તમામ નાગરિકોની મેડિકલ તપાસની સાથે ૧,૪૫૧ લોકોનું હોમ કોરેન્ટાઈન પૂર્ણ

City Watch News