fbpx
28 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગરના ૩ દર્દીને રજા અપાતાં કોરોનામુક્ત થનારા દર્દીઓની સંખ્યા ૯૦ પર પહોંચી

ગત તા.૬ મે ના રોજ પાલીતાણા ખાતે રહેતા ૬૫ વર્ષીય ચંદુભાઈ નરોત્તમભાઈ
સોરઠિયા, તા.૧૨ મે ના રોજ ભાવનગરના કણબીવાડ ખાતે રહેતા ૨૭ વર્ષીય સમાબેન મહોમદરઝા
નાયાણી અને તા.૧૩ મે ના રોજ જેસરના ઉગલવાણ ગામ ખાતે રહેતા ૨૩ વર્ષીય લાલજીભાઈ
ઘનશ્યામભાઈ નકુમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર
તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના
માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા
આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનાર દર્દીને છેલ્લા 3 દિવસથી તાવ
આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા.
સરકાર દ્વારા આ દર્દીને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક
હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ
સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૧૨ કેસ પૈકી હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ
૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.
આજે જે ત્રણ દર્દીઓ ને રજા આપવામાં આવી રહી છે તેમાંથી ચંદુભાઈ સોરઠીયાને સારવાર દરમ્યાન
વેન્ટિલેટર પર મૂકવામા આવેલ હતા, જેમાંથી બહાર નીકળી સંપૂર્ણ સાજા થઈ આજે તેઓ પોતાના ઘરે જઈ
રહ્યા છે. જે જિલ્લા આરોગ્ય સેવા અંગે ગર્વની બાબત છે અને આ માટે સર ટી. હોસ્પિટલની એનેસ્થેસિયા
ટીમ અને મેડીસીન વિભાગની ટીમ અભિનંદનને પાત્ર છે.

Related posts

મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ભાવનગરની મૂલાકાતે

City Watch News

જિલ્લા વહીવટીતંત્ર તેમજ સામાજિક સંસ્થાઓના સહકારથી જિલ્લામા ૭૪,૩૧૨ અનાજ કીટ તેમજ ૯,૩૧,૮૭૯ ફૂડ પેકેટનું વિતરણ કરાયુ

City Watch News

ગુજરાત જાહેર સેવા આયોગના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ વ્યાસ

City Watch News