fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ભાવનગર

જિલ્લા વહીવટીતંત્ર તેમજ સામાજિક સંસ્થાઓના સહકારથી જિલ્લામા ૭૪,૨૮૦ અનાજ કીટ તેમજ ૯,૨૧,૪૯૪ ફૂડ પેકેટનું વિતરણ કરાયુ

ભાવનગર વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની સામાજીક સંસ્થાઓ સાથે સંકલન કરી
જરૂરીયાત મંદો માટે અનાજ કરિયાણા કીટ્સ તૈયાર કરાવવાની કામગીરી શરૂ કરાયેલ છે અને આ કીટ
વિતરણ માટે ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ભાવનગર મહાનગરપાલિકાની વાહનો સાથેની
૧૩ ટીમો તૈયાર કરેલ છે અને આ ટીમો દ્વારા જિલ્લાના કંટ્રોલરૂમ ૧૦૭૭ ઉપર આવતી ફરિયાદો, જરૂરીયાત
મુજબના લોકોને તેમના ઘેર જઈ અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે તેમજ તાલુકા કક્ષાએ
મામલતદારશ્રીઓએ સામાજીક સંસ્થાઓનો સંપર્ક કરી તેમના સહકારથી કરિયાણા કીટસ તૈયાર કરી
વિતરણની કામગીરી શરૂ કરાવેલ છે. જે અન્વયે જિલ્લામાં કુલ ૭૪,૨૮૦ અનાજ કીટ્સનું વિતરણ થયેલ છે.
ઉપરાંત ભાવનગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, એસોશીયેશન દ્વારા જરૂરીયાત મંદ લોકો
માટે ફૂટ પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે. આ ફૂડ પેકેટ વિતરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ
સંસ્થાઓના વાહનોને પરિવહન પાસ ઈસ્યુ પણ કરાયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ અને
જિલ્લાના કંટ્રોલરૂમ ઉપર આવતી ફરીયાદો, જરૂરીયાત અન્વયે જિલ્લા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થાઓ
સાથે સંકલન કરી તેઓને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાવે છે. જે અન્વયે જિલ્લામાં ૯,૨૧,૪૯૪ ફૂડ પેકેટ્સનું
વિતરણ થયેલ છે.

Related posts

ભાવનગર જીલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં ગેંગનાં ગુન્હાનાં આરોપીઓને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

City Watch News

જિલ્લાના પ્રથમ હરોળના કોરોના વોરીયર્સ એવા મેડિકલ, પેરા મેડિકલ સહિતના કર્મીઓને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ બિરદાવ્યા

City Watch News

ભાવનગર ખુરશી સિદ્ધિ માટે વલખા

City Watch News