fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ભાવનગર

કોરોના સામેના જંગમા નેસડા આરોગ્ય તંત્રને આગેવાનોનો પ્રશંસનીય સહયોગ

જ્યારે આખો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે તંત્ર અને લોક આગેવાનોનું
સંકલન અને સહયોગ સિહોર તાલુકાના નેસડા ગામે જોવા મળ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડના નેસડા
સબ સેન્ટર આવેલું છે. જ્યાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પણ આવેલું છે. જ્યાં નિયમિત ઓ.પી.ડી. સેવા મળી
રહી છે. ગામના સરપંચ શ્રી આલાભાઇ ડાંગર દ્વારા બહારથી આવેલા સભ્યોની માહિતી તેમજ સેનીટાઇઝેશન
કામગીરી તલાટી મંત્રી શ્રી એન.ડી.ચૌહાણના સંકલનથી માહિતી લઈને નિયમિત આરોગ્ય તંત્ર સાથે
પરામર્શ કરીને તપાસ કરાવે છે અને લોકોને સાચી માહિતી ખૂબ જ સુંદર રીતે પૂરી પાડે છે તેમજ આરોગ્ય
તંત્રના સહયોગ માટે દિલીપભાઈ ભગવાનભાઈ મકવાણા, સંદીપભાઈ દિલીપભાઈ મકવાણા (ભાલ ડોક્ટર)
દ્વારા થર્મલ ગન પણ ભેટ અપાઇ છે. આ સમગ્ર સંકલન, સહયોગ અને દાન બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ઉસરડના ડો.દર્શનભાઈ ઢેઢી, સુપરવાઇઝર શ્રી કરણસિંહ હાડા, સી.એચ.ઓ. મનિષાબેન ચૌહાણ, આરોગ્ય
કર્મચારી શ્રી કેવલભાઈ ગોહિલ, કિરણબેન પંડ્યા, આશાફેસી મનીષાબેન દુધરેજીયા, આશાબહેનો નસીમબેન
ભટ્ટી, રેખાબેન બોરીચા, લતાબેન બોરીચા, મધુબેન બોરીચા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે અને આરોગ્ય
તંત્રના દરેક કામમાં સહયોગની અપીલ કરાઇ છે.

Related posts

પાલીતાણા તાલુકાની નાની પાણીયાળી પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિકોત્સવ કાર્યક્રમ “એક શામ ફૌજી કે નામ” યોજાયો

City Watch News

ભાવનગર જિલ્લાના ૭૧મા પ્રજાસત્તાક પર્વની ધોધા ખાતે મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવશે

City Watch News

તા.૦૪ જુલાઈના ના રોજ આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

City Watch News