fbpx
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગરમાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુઃ ૧ ઇંચ વરસાદ

ભાવનગરમાં આજે સવારે ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે વરસાદ તુટ પડયો હતો. અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થતા અને વીજળીના કડાકા-ભડાકામાથી લોકો ગભરાયા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં વરસાદ સાથે જ વીજળી ગુલ થઇ ગઇ હતી.

ભાવનગરમાં આજે સવારે ૧૧ વાગ્યે અચનાક ભારે પવન કુંકાવા લાગ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને સમગ્ર શહેરમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી તો ફેલાઇ છે પરંતુ મીની વાવાઝોડાને કારણે ડર પણ અનભુવાતો હતો. હજુ પણ ભાવનગરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ રહ્યો હતો.

ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ દરમ્યાન શહેરનાં કાળીયાબીડ, ગઢેચી વડલા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયીના બનાવો બનતા ફાયરબ્રિગેડના સ્ટાફે બનાવ સ્થળે દોડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.

ભાવનગરમાં પ્રથમ વરસાદમાં વરસાદની સાથે જ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. જો કે વરસાદે વિરામ લીધા બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

બોર્ડ-પતરા ઉડયા

તોફાની પવન અને વરસાદ વચ્ચે ભાવનગરમાં અનેક સ્થળે સાઇન બોર્ડ અને પતરા ઉડયા હતા. ધુળની ડમરીઓ ઉડી હતી.

Related posts

તક્ષશીલા દ્વારા “કોરોના જાગૃતિ સપ્તાહ”

City Watch News

ઉત્તર પ્રદેશના મુસ્લિમ પરિવારોને તથા વિચરતી જાતી માટે કાર્યરત સંસ્થાને મોરારિબાપુ દ્વારા ૭ લાખની સહાય

City Watch News

ભાવનગર જિલ્લા મેડીકલ ટીમ દ્વારા ૯૭ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી

City Watch News