www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ઘોઘા ખાતેની રો રો ફેરી સર્વિસનો પ્રારંભ ૧૫ ઓગસ્ટએ કરવામાં આવશે:મુંખ્યમંત્રી

ભાવનગર જીલ્લાની ઘોઘા ખાતેની રો રો ફેરી સર્વિસ પર આજે જયારે સમગ્ર શહેર અને જીલ્લાની નજર છે ત્યારે ભાવનગર આવી રહેલા સીએમ પ્રથમ ઘોઘા રો રો સર્વિસના ટર્મિનલની મુલાકાતે પોહ્ચ્યા હતા જ્યાં તેમને પ્રથામાં જેટી પર જઈને પોન્ટુનનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં બ્રીજ પર નિરીક્ષણ કીરને ટર્મિનલની મુલાકાતે પોહ્ચ્યા હતા.રો રો ફેરી સર્વિસમાં ઘણો વિલંબ થયો હોઈ ત્યારે તેના પ્રારંભ ૧૫ ઓગસ્ટએ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે તે પણ કહ્યું હતું. રો રો માટે અગત્યનું લીંક સ્પાન તૈયાર છે પરંતુ તેને ગોઠવવા માટેની ટેકનીકલ ક્રેઇન મંગાવી હોઈ જે આવતા તેને ફીટ કરવામાં આવશે અને બાદમાં શીપ માટે વ્યવસ્થા થશે.રાજ્ય સરકાર કોરિયા જેવા દેશોમાં જઈને હાલ શીપ કંપનીઓ સાથે વાટાઘાટો કરતી હોવાનું જણાવ્યું છે