www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સ્વામિનારાયણ મંદિર – ગઢડા

ગઢડા તાલુકા મુખ્ય મથક ભાવનગરથી વાયવ્યે લગભગ ૬૮ કિ.મી.ના અંતરે ધેલો નદી પર આવેલું છે. તે સ્વામિનારાયણ તરીકે ઓળખાતા વૈષ્ણવ સંપ્રદાયની શાખાના એક મુખ્ય પંથ તરીકે પ્રખ્યાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય સહજાનંદ સ્વામીએ ઈ.સ. ૧૮૦૪માં શરૂ કર્યો હતો. સહજાનંદ સ્વામી સામાજિક અને ધાર્મિક સુધારક હતા. તેમણે સામાજિક બદીઓ દૂર કરી હતી.

ગઢડામાં ઈ.સ. ૧૮૨૯માં બંધાયેલ ગોપીનાથ દેવનું મંદિર સૌથી મોટા સ્વામિનારાયણ મંદિર પૈકીનું એક છે અને ઉંચી ઉભણી સાથેનું સ્થાપત્યની દૃષ્ટિએ તે સરસ સ્થળ છે. તેમાં વિશાળ ચોક અને સભાખંડ તથા વિશાળ ધર્મશાળા છે. દૂરદૂરના સ્થળોએથી હજારો યાત્રાળુઓ ભગવાનના દર્શન માટે ગઢડા આવે છે. ભાદરવા સુદ અગિયારસે મોટો જલજીલાણી મેળો ગઢડા ભરાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે તે અગત્યનો ઉત્સવ છે. ધણા ભક્તો તેમાં ભાગ લે છે.