www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

જશોનાથ મંદિર – ભાવનગર

જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું સર જે.જે. સ્કુલ ઓફ આર્ટના તત્કાલિકન આચાર્ય સર જ્હોન ગ્રિફીથે આ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું છે. તેનું નામ મહારાજા જશવંતસિંહજીના નામ પરથી પડયું હતું. તે શહેરના મોટામાં મોટા શિવાલય પૈકીનું એક છે. તેનું બાંધકામ રાજવીઓએ ઇ.સ. ૧૮૬૫માં કર્યું હતું. મંદિરના ચાંદીના દ્વારા મહારાજા જશવંતસિંહજીના પૌત્ર મહારાજા તખ્તસિંહજીએ દાનમાં આપ્યાં હતાં. રૂવાપુરી મંદિરમાં રૂવાપુરી દેવી છે. આ મંદિર શહેરથી લગભગ ૨ કિ.મી.ના અંતરે આવેલું છે. આ દેવીમાં ચમત્કારિક શક્તિઓ હોવાનું માનવામાં આવે છે. આ દેવી માટે રવિવાર પવિત્ર દિવસ માનવામાં આવે છે. તેથી સંખ્યાબંધ ભક્તો ખાસ કરીને રવિવારે મંદિર આવે છે.

ખાસ દરવાજા પાસેની નગીના મસ્જિદ, અંબા ચોકની જુમ્મા મસ્જિદ અને પૈલે બાગ નજીકની સેલરશાહની દરગાહ એ શહેરની મહત્ત્વની મસ્જિદો છે. વિક્ટોરીયા બાગને વનસ્પતિ બાગ તરીકે વિકસકાવાઈ રહ્યો છે. અહીં હરણ ઉઘાન પણ છે. સ્વ. દીવાન સર ગૌરીશંકર ઓઝાએ બંધાવેલ બોર સરોવર અથવા ગૌરીશંકર સરોવર શહેરની પાણી પુરવઠાની જરૂરિયાતોને પહોંચી વળે છે. તે પણ આકર્ષણનું કેન્દ્ર છે.